Connect with us

Gujarat

પંચમહાલ સંસદીય વિસ્તારમાં રંગોળી થકી મતદાન જાગૃતિનો સંદેશો અપાયો

Published

on

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ ૧૮- પંચમહાલ સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ લોકો ૭ મે ના રોજ લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરીને પોતાનો કિંમતી મત આપે તે માટે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
મતદાર શિક્ષણ,મતદાર જાગૃતિ અને મતદાર સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે અમલી કાર્યક્રમ ‘સ્વીપ’ એટલે કે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત આજરોજ પંચમહાલ જિલ્લામાં ગોધરા,ઘોઘંબા,ખાંટના મુવાડા, ટુવા,ઓરવડા,તાજપુરા છીપા,જીતપુરા,જૂની ધરી,ધોળી,રતનપુર,નદીસર સહિત વિવિધ વિસ્તારોમાં અને કચેરીઓ ખાતે રંગોળી થકી મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો.
નાગરિકોને ‘Power of One Vote, Vote For Better India, અવસર લોકશાહીનો, મારો મત મારો અધિકાર,મતદાન અવશ્ય કરોના સૂત્રોની રંગોળી બનાવી મતદાન જાગૃતિનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.
Continue Reading
Advertisement
error: Content is protected !!