Gujarat

Vote With Wife : નેતાઓએ કર્યું તેની પત્ની સાથે મતદાન, લોકો ને કર્યા જાગૃત

Published

on

આજે એટલે કે 07 May 2024ના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 93 સીટો પર મતદાન થઈ રહ્યું છે ત્યારે દિગ્ગજ નેતાઓએ પણ પોતાના મતાધિકારોનો ઉપયોગ કર્યો છે. આ નેતાઓએ પત્ની સાથે મતાધિકાર કરીને લોકોને મત આપવાની અપીલ કરી છે.

હુબલી : કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા પ્રહલાદ જોશી તેમના પરિવારના સભ્યો સાથે મતદાન કર્યું હતું.

Advertisement

સિહોર : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમની પત્ની સાધના સિંહ અને પુત્રો કાર્તિકેય સિંહ ચૌહાણ અને કુણાલ સિંહ ચૌહાણ સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

કલબુર્ગી: પત્ની રાધાબાઈ ખડગે સાથે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે મતદાન કર્યા પછી શાહીથી ચિહ્નિત આંગળી બતાવી હતી.

Advertisement

ભાવનગર: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પત્ની નીતા સાથે ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન શાહી લગાવેલી આંગળીઓ બતાવી હતી.

બેલગામ : પરિવારના સભ્યો સાથે ભાજપના નેતા જગદીશ શેટ્ટર વિશ્વેશ્વરાય નગર મતદાન મથક પર મત આપ્યા હતા.

Advertisement

હાવેરી: કર્ણાટકના ભૂતપૂર્વ સીએમ અને હાવેરીથી ભાજપના ઉમેદવાર બસવરાજ બોમાઈએ પરિવારના સભ્યો સાથે મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને મત આપવા સંદેશો આપ્યો હતો.

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેમની પત્ની સોનલ શાહ, પુત્ર જય શાહ અને પુત્રવધૂ રિશિતા પટેલ સાથે મતદાન કર્યું હતું.

Advertisement

રત્નાગીરી : મહારાષ્ટ્રના રત્નાગીરીમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેમના પરિવારના સભ્યો સાથે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન કર્યું હતું

સોલાપુર: કોંગ્રેસના સિનિયર નેતા સુશીલકુમાર શિંદે તેમના પરિવારના સભ્યો સાથે ત્રીજા તબક્કા દરમિયાન મતદાન કર્યું હતું.

Advertisement

કામરૂપ : આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા અને તેમના પરિવારના સભ્યો લોકસભાના ત્રીજા તબક્કા દરમિયાન મતદાન મથક પર મતદાન કર્યું હતું

 

Advertisement

Trending

Exit mobile version