Gujarat

લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી: ૬.૮૯ લાખ મતદારોનો ઉમેરો થયો

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

ચૂંટણી પંચની સુચનાનુસાર અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં તા.૨૭ ઑક્ટોબરથી તા.૦૯ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ યોજાયો હતો. તા.૨૭ ઑક્ટોબર, ૨૦૨૩ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીમાં ૨,૫૧,૫૪,૯૦૦ પુરૂષ, ૨,૩૬,૦૩,૩૮૨ સ્ત્રી અને ૧,૪૨૭ ત્રીજી જાતિના મળી કુલ ૪,૮૭,૫૯,૭૦૯ મતદારો નોંધાયેલા હતા. તા.૦૫ જાન્યુઆરી-૨૦૨૪ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે અનુસાર ૨,૫૪,૬૯,૭૨૩ પુરૂષ, ૨,૩૯,૭૮,૨૪૩ સ્ત્રી તથા ૧,૫૦૩ ત્રીજી જાતિના મળી ૪,૯૪,૪૯,૪૬૯ કુલ મતદારો નોંધાયેલા છે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી સંનિષ્ઠ કામગીરીની ફલશ્રુતિરૂપે આખરી મતદાર યાદીમાં તા.૦૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ મતદાર તરીકેની પાત્રતા ધરાવતા ૩,૧૪,૭૩૫ પુરૂષ, ૩,૭૪,૯૭૧ લાખ સ્ત્રી તથા ૫૪ ત્રીજી જાતિના મળી કુલ ૬,૮૯,૭૬૦ મતદારોનો ઉમેરો કરવામાં આવ્યો છે. મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત અવસાન પામેલા ૧,૫૩,૯૫૮ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. જ્યારે ૪,૬૦,૧૫૩ મતદારોની વિગતોમાં સુધારા કરવામાં આવ્યા છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ પણ પાત્રતા ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની મોબાઇલ એપ્લિકેશન Voter Helpline App અને વેબસાઇટ http://voters.eci.gov.in/ ઉપર ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે અને પોતાના નામની ચકાસણી પણ કરી શકશે.જો નામ ન હોય તો ઉપર જણાવ્યા મુજબ ઓનલાઇન અરજી કરી શકાશે અને સંબંધીત મતદાર નોંધણી અધિકારી અથવા તો કલેકટર કચેરીએ અને પોતાના વિસ્તારના બીએલઓ નો સંપર્ક કરીને અરજી કરી શકશે.

Advertisement

Trending

Exit mobile version