Chhota Udepur

છોટાઉદેપુરના વડામથક ખાતે મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

તા. ૨૫મી, જાન્યુઆરીના રોજ છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા છેલ્લા ૧૩ વર્ષથી તા. ૨૫મી, જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના ચૂંટણી પંચના સ્થાપના તા. ૨૫મી, જાન્યુઆરી ના રોજ કરવામાં આવી હોવાથી ભારતના ચૂંટણી પંચે તા. ૨૫મી, જાન્યુઆરીને મતદાતા દિવસ તરીકે ઉજવીને મતદાતાઓને ગૌરવ બક્ષ્યું છે.

Advertisement

છેલ્લા ૧૩ વર્ષથી દર વર્ષે અલગ અલગ થીમલાઇન સાથે રાષ્ટ્રીય મતદાતા દિવસની દબદબભેર ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવે છે. આ વર્ષે પણ “મતદાનથી વિશેષ કંઇ નથી, હું અવશ્ય મતદાન કરીશ” થીમ ઉપર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. દેશના મતદાતાઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તેમજ ચૂંટણી પ્રક્રિયાને સમજી શકે એ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં યોજનારા આ કાર્યક્રમ દરમિયાન સૌપ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોને પ્રસંશાપત્ર આપી નવાજવામાં આવશે. આ ઉપરાંત સારી કામગીરી કરનાર બી.એલ.ઓ, સેકટર ઓફિસર સહિતના ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારી/કર્મચારીઓને પણ પ્રમાણપત્ર આપીને સન્માનવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા લોંચ કરવામાં આવનાર “મૈં ભારત હું” ગીત પણ વગાડવામાં આવશે એમ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર તરફથી જણાવાયું છે.

Advertisement

Trending

Exit mobile version