Gujarat

મતદાન જાગૃતિ અભિયાન: વડોદરા શહેર જિલ્લાના શિક્ષકો દ્વારા

Published

on

 સહી ઝુંબેશ

વડોદરા લોકસભાની તા.૭મી મેના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા માટે વડોદરા શહેર જિલ્લામાં વિવિધ શાળાઓમાં મતદાન અભિયાન યોજવામાં આવી રહ્યું છે. વડોદરા જિલ્લામાં તમામ વિધાનસભા મત વિભાગમાં શાળાઓમાં શિક્ષકોઓ દ્વારા હસ્તાક્ષર પટલ ઉપર સહી ઝુંબેશ ચલાવીને મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવી રહ્યો છે.
લોકસભાની ચૂંટણીમાં વડોદરા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ સ્વીપ અને ટીપ અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.


વડોદરા શહેર જિલ્લાના શિક્ષકો દ્વારા લોકશાહી સુદૃઢ કરવાનો અને મતદારોમાં મતદાન જાગૃતિનો અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો.

Advertisement

Trending

Exit mobile version