Gujarat

વડોદરા લોકસભા મત વિભાગમાં ટપાલ મતપત્ર સુવિધા કેન્દ્ર ખાતે અધિકારી-કર્મીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન

Published

on

જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહ,જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિએ સરકારી નર્સિંગ કોલેજ,દિવાળીપુરા ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

વડોદરા લોકસભા મતવિભાગના ૧૧,૩૭૩ સહિત અન્ય ૨૫ લોકસભા મત વિભાગના ૧૩,૧૬૮ સહિત કુલ ૨૪,૫૪૧ અધિકારી કર્મીઓ ત્રણ દિવસ સુધી મતદાન કરશે

Advertisement

તા.૭, મેના રોજ વડોદરા શહેર જિલ્લાના તમામ મતદારોને અવશ્ય મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહે કરી અપીલ
લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત વડોદરા લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતદાર વિભાગમાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓ મતદાનના દિવસે ચૂંટણી ફરજની કામગીરીમાં રોકાયેલ હોવાથી તેઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પોસ્ટલ બેલેટથી મતદાન માટે વડોદરા લોકસભા મતવિભાગમાં આવા કુલ સાત ટપાલ મતપત્ર સુવિધા કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બિજલ શાહ,જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ,સ્ટેમ્પ ડયૂટી નાયબ કલેકટર અને સહ નોડલ અધિકારી આર.બી.પરમારે આજે સરકારી નર્સિંગ કોલેજ,દિવાળીપુરા ખાતેના સુવિધા કેન્દ્રથી પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહે અમદાવાદ વેસ્ટમાં,જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા અને નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિએ ગાંધીનગર લોકસભા મત વિભાગમાં જ્યારે નાયબ કલેકટર આર.બી .પરમારે આણંદ લોકસભા મતવિભાગ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.
પોસ્ટલ બેલેટના સહ નોડલ અધિકારી આર.બી.પરમારે જણાવ્યું કે,વડોદરા લોકસભા બેઠક માટે ૧૧,૩૭૩ અને વડોદરા સિવાયની અન્ય ૨૫ લોકસભા બેઠક માટે ૧૩,૧૬૮ સહિત કુલ ૨૪,૫૪૧ પોસ્ટલ બેલેટ મળ્યા છે.
જેમાં કક્ષાવાર જોઈએ તો ૧૦,૮૮૦ પોલિંગ સ્ટાફ, ઝોનલ ઓફિસર,બી.એલ.ઓ અને અન્ય ૩૨૧૭,પોલીસ ૮૮૦૬,એસ.આર.પી ૧૬૩૮ સહિત કુલ ૨૫,૫૪૧ અધિકારી કર્મીઓ પોસ્ટલ બેલેટથી આગામી ત્રણ દિવસ સુધી મતદાન કરશે.
જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહે આગામી તા.૭, મેના રોજ વડોદરા શહેર જિલ્લાના તમામ મતદારોને અવશ્ય મતદાન કરવા માટે ખાસ અપીલ કરી છે. આ પ્રસંગે મામલતદાર મનોજ દેસાઈ, સહિત જિલ્લા ચૂંટણી તંત્રના કર્મીઓ હાજર રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version