Gujarat

ગોધરા પ્રાંત કચેરી ખાતે તા.૦૨ મે થી ૦૬ મે સુધી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાશે

Published

on

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે,જે અંતર્ગત ૧૮- પંચમહાલ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ,૧૨૬-ગોધરા વિધાનસભા મતદાર વિભાગ માટે ફરજ પર રોકાયેલા પોલિંગ સ્ટાફ,જિલ્લા વહીવટી તંત્રના ચુંટણીમાં રોકાયેલા અધિકારી/કર્મચારીઓ,એસ.આર.પી.એફ.સ્ટાફ,પોલીસ સ્ટાફ,હોમગાર્ડ,ગ્રામ રક્ષક દળ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફને ટપાલ મત પત્રથી મતદાન કરવા માટે સરકારી પોલિટેકનિક કોલેજ,ગદુકપુર,ગોધરા ખાતે તારીખ ૨૯/૦૪/૨૦૨૪ થી તારીખ ૦૧/૦૫/૨૦૨૪ સુધી ફેસીલીટેશન સેન્ટર ઉભુ કરીને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે.

પરંતુ જે અધિકારી/કર્મચારીઓએ અત્રેની કચેરી ખાતે નમૂના નંબર-૧૨ જમા કરાવેલું હોય તેવા અધિકારી/કર્મચારીઓ સદર તારીખોમાં કોઈ કારણોસર મતદાન થી વંચિત રહેલ હોય તેઓ તારીખ ૦૨/૦૫/૨૦૨૪ થી તા.૦૬/૦૫/૨૦૨૪ સુધી સવારના ૯.૦૦ કલાકથી લઈને સાંજના ૫.૦૦ કલાક સુધી રૂમ નંબર ૩૧૫,ત્રીજો માળ, તાલુકા સેવા સદન, નાયબ કલેકટર, પ્રાંત ગોધરાની કચેરી, તાલુકા પંચાયતની બાજુમાં ગોધરા ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે તેમ મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર પ્રાંત ગોધરા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement

Trending

Exit mobile version