Vadodara

સંસ્કારી નગરી વડોદરાના પૌરાણિક સૌપ્રથમ વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે વ્રજેશકુમાર મહારાજ માર્કન્ડેય પૂજામાં વૈષ્ણવોનું ઘોડાપૂર

Published

on

વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના માની બલિહારી રે ,આજનો દિવસ મારે કેવો રૂપાળો રે આજ પ્રભુજી મારે ઘેર પધાર્યા ગોકુલનાગિરધારી રે. છેલ્લા ચાર દિવસ છે વૈષ્ણવના સરકાર સાક્ષાત વલ્લભ સ્વરૂપ વ્રજેશકુમાર મહારાજ શ્રી નો જન્મદિવસ પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમાર મહોદયશ્રીની , પૂજ્ય શ્રી દ્વારકેશલાલ મહારાજ શ્રીશ્રી લાલન શ્રી પૂજ્ય શ્રી વેદાંત રાજા ,પૂજ્ય સિદ્ધાંત રાજા પૂજ્ય શ્રી શરણં મમ બાવા‌ અનેક વિવિધ વલ્લભ કુલભૂષણ આચાર્યશ્રીઓ ની સાનિધ્યમાં ધાર્મિક વિધિ એમ શાસ્ત્રોક્ત અનુસાર પૂજ્ય શ્રી વ્રજેશકુમાર મહારાજ શ્રી નો શાસ્ત્રીગન દ્વારા માર્કેટ પૂજા વિધિ કરવામાં આવી હતી જન્મદિવસ નિમિત્તે મથુરા ગોકુલ વૃંદાવન કાંકરોલી ભીલવાડા જતીપુરા અને શહેરના ચારે બાજુથી દેશ-વિદેશના અને ગુજરાત તમામ જિલ્લાઓમાંથી ગૃહની વૈષ્ણવ સૃષ્ટિ વિશાળ જનમેદની માં પૂજ્ય શ્રી ને મંગલ વધાઈ આપવા માટે સ્વયંભૂ પડી હતી એટલું જ નહીં કાંકરોલી થી સરકારનું પ્રિય બેન્ડવાજા અધિકારીઓ ટ્રસ્ટીગન પ્રભુ શ્રી દ્વારકાધીશ ની માલાજી લઈને તમામ મંદિરના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિનિતભાઈ સાધ્યાએ પૂજ્ય શ્રી વ્રજેશ કુમાર મહારાજની સૃષ્ટિની ઝાંખી રજૂ કરીને વૈષ્ણવોને આશ્ચર્યચકિત કરી મૂક્યા હતા આ પ્રસંગે મેયર‌ ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા ડોક્ટર હિતેન્દ્ર પટેલ જાગૃતીબેન કાકા પૂનમબેન શાહ હવેલીના ટ્રસ્ટીઓ કાકરોલીના ટ્રસ્ટ મુકેશભાઈ અને વિવિધ સમાજના આગેવાનો દ્વારા પૂજ્યશ્રીને વિવિધ સ્મૃતિ ચિત્ર મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આમ બેઠક મંદિર સાંજે જ વ્રજના ગોકુલ ની યાદ અપાવી અને સ્વયંભૂ કાકરોલી બન્યો હતો સંપૂર્ણ વ્રજેશકુમાર મહારાજ શ્રી નો જન્મદિવસ સાચે જયાદગાર જન્મોત્સવ ઉજવાયો તૃતીય ગૃહ વૈષ્ણવ સૃષ્ટિના સ્વયંસેવકો ખડે પગે રહીને જેને પોતાની જવાબદારી સોંપી હતી તે જવાબદારી કાર્યમાં ખુબ સુંદર પ્રશંસને કાર્યકર્તા જોવા મળ્યા મુખ્ય મંડળથી તરીકે નલીનીબેન રાજેશભાઈ પરીખ પરિવાર દ્વારા સાચે જ પુષ્ટિ સંપ્રદાય અને તૃતીય ગ્રુપ પ્રત્યે પોતાના પ્રિય ગુરુના જન્મોત્સવ નિમિત્તે સહયોગ આપીને મનોરથી બનવાનો જે લ્હાવો લીધો તે સાચે જ તેઓએ પોતે ધન્યતા અનુભવી ભાવવિભોર બન્યા હતા. આમ બેઠક મંદિર એક યાદગાર પૂ શ્રી જન્મોત્સવ ઉજવાયો.આ‌ પ્રસંગે પૂજ્ય શ્રી ‌ના કરકમલો દ્વારા યમુના પાઠ, ગુંસાઈજી પ્રેમ સ્વરૂપ, શ્રી દ્વારકાધીશ પ્રાગટ્ય વાતૉઓ પુસ્તકો નું વિમોચન કરવામાં આવ્યું હતું.

Advertisement

Trending

Exit mobile version