Vadodara

વડોદરા શહેરમાં વૈષ્ણવ હવેલી બેઠકમંદિર ખાતે વ્રજેશકુમાર મહારાજના જન્મદિવસની ઉજવણી ધામધૂમથી કરાઈ

Published

on

સંસ્કારી નગરી વડોદરા શહેરના સૌ પ્રથમ ઐતિહાસિક પૌરાણિક વૈષ્ણવ હવેલી બેઠકમંદિર ખાતેખાતેવૈષ્ણવના સરકાર સાક્ષાત વલ્લભ સ્વરૂપ પૂજ્ય શ્રી વ્રજેશકુમાર મહારાજ શ્રી નો જન્મ ઉત્સવ, વલ્લભ કુલભૂષણ વૈષ્ણવના હૃદય સમ્રાટ ડો વાગીશ કુમાર મહોદય શ્રી, લાલનશ્રીઓ પૂજ્ય શ્રી વેદાંત રાજા, પૂ શ્રી સિદ્ધાંત રાજાના સાનિધ્યમાં બેન્ડવાજા સાથે સુખધામ હવેલીના ઠાકોરજી , ગોવર્ધનનાથ હવેલી અલકાપુરીના ઠાકોરજી, રેવા પાર્ક ના ઠાકોરજીના શણગારેલ ગાડીમાં બિરાજમાન કરીને ભવ્યથી ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગ સરદાર માર્કેટથી નીકળીને બેઠક મંદિર પહોંચે હતી

પરિવાર નલીનીબેન રાજેશભાઈ પરીખ કવાટ વાળા ભામાશા સમસ્ત પરિવાર દ્વારા સુંદર સહયોગ આપીને વલ્લભ સ્વરૂપ કળશ મહિલાઓ શિર ઉપર ધારણ કરીને આગવું આકર્ષણ જમાવતા માર્ગમાં ઠેર ઠેર પુષ્પો ની અમી વષૉ ,વલ્લભાધીશ કી જય આજનો દિવસ મારે કેવો રંગ રૂપાળો આજ મારે ઘેર આજ મંદિર શ્રીનાથજી ના જય ઘોષ સાથે મહિલાઓ પુરુષો ટ્રેડિશનલ પોશાકો પહેરીને ગરબે ઘૂમી ડાન્સ દ્વારા નાચી , ઝુમી ઉઠ્યા હતા.

Advertisement

હતા આ પ્રસંગે દેશ વિદેશના તેમજ શહેરની ચારે બાજુના અને વિવિધ જિલ્લાઓમાંથી વૈષ્ણવો નું ઘોડાપૂર દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા ,વિપો ના ચેર પર્સન શશીકાંતભાઈ પરીખ, લાડપરિષદના હરીશભાઈ દેસાઈ, બેઠક મંદિર કન્વીનરો‌ શરદકાકા, સમીરભાઈ પરીખ, બકુલભાઈ પરીખ, સંખેડા સમાજના પ્રમુખ ભરતભાઈ દેસાઈ ,પ્રકાશભાઈ શેઠ કે .જે. શાહ, સતિષભાઇ ચલામલી , અને સુખધામ હવેલી બેઠક મંદિર ના હજારો નિજ સેવકો વિગેરે શોભાયાત્રામાં જોડાયા હતા. ખરેખર આજે બેઠક મંદિર વ્રજભૂમિમાં ,કાકરોલી ધામમાં ફેરવાયું હતું . કેવડાબાગ બેઠક મંદિર ખાતે રંગારંગ ચારધામની યાત્રાની શોભાયાત્રા જોવા મળી દેશ-વિદેશના સંખ્યાબંધ શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં જોડાયા.

Advertisement

Trending

Exit mobile version