Dahod
બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ અને inox wind કંપનીના નેજા હેઠળ વોક ઇન્ટરવ્યુ

(પંકજ પંડિત ઝાલોદ)
આજ રોજ તા:૨૪/૦૫/૨૦૨૩ ના રોજ બિરસા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ-દાહોદ અને Inox Wind કંપની ના નેજા હેઠળ તેમજ બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ ના ટ્રસ્ટી વી.એમ પારગી ના ઉત્તમ પ્રયાસો થી Inox Wind કંપની નું વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ હતું જેમાં ૧૧૦ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા….તે માંથી ૩૪ ઉમેદવારો પસંદગી પામ્યા છે.
આ ઇન્ટરવ્યુ સવારના ૧૧:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી ચાલ્યું હતું તેમજ ઇન્ટરવ્યૂ માટે આવતા તમામ ઉમેદવારો માટે બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ દ્વારા ચા-નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી હતી.