Connect with us

Gujarat

વોકમેન ઑફ ઈન્ડિયા ડૉ રાજુ એમ ઠક્કર હિન્દુસ્તાન કૃષિ ગૌરવ એવોર્ડથી દિલ્હીમાં સન્માનિત

Published

on

દ્વિતીય આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ  ત્રી દિવસીયસંમેલન 2024 સંપન્ન

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હિન્દુસ્તાન એગ્રીકલ્ચર રીસર્ચ વેલફર સોસાયટી, સધર્ન ફેડરલ યુનિવર્સિટી રશિયા, કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ એગ્રીકલ્ચર ઓરગનાઇજેસેશન, બનારસ હિન્દુ યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે  ત્રી દિવસીય દ્વિતીય આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મહા સંમેલન આયોજન કરવામાં આવ્યું. જેમાં ૧૫૦૦ ભારતીય, ૫૦૦ વિદેશી વૈજ્ઞાનિક તથા ૧૦૦૦ વિદ્યાર્થી જોડાયા. કુલપતિ ડો સી કે ટિંબડિયાજી એ સર્વ મહાનુભાવોનું સહર્ષ સ્વાગત સહ પરિચય આપ્યો.

Advertisement

આ મહાસમારંભની શરૂઆત સ્વામી ચિદાનંદજીની પ્રેરણાદાયી અને આધ્યાત્મિક વાણીથી થઈ, જેમાં તેમણે પ્રકૃતિની સંરક્ષણ અને પ્રાકૃતિક કૃષિના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ વૈશ્વિક સ્તરે પ્રાકૃતિક કૃષિનો ઉદઘોષ કર્યો અને સર્વત્ર એકતા અને સહકાર દ્વારા  પ્રાકૃતિક કૃષિમાં પરિવર્તન લાવવાની અપેક્ષા વ્યક્ત કરી. સમારંભના મુખ્ય અતિથિ અને મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે દિવ્ય શંખનાદ કરવામાં આવ્યો. તેમણે પ્રાકૃતિક કૃષિના ફાયદા અને પ્રકૃતિ સાથે સુમેળમાં જીવન જીવવાની તકેદારી રાખવાના સંદેશને લોકો સુધી પહોંચાડ્યો.

ડો રાજુ એમ ઠક્કર એ આધ્યાત્મિક જીવનસાધક અને માનવતાપ્રેમી  મહા પદયાત્રી છે જેમનું જીવન રાષ્ટ્રીય એકતા, પર્યાવરણ સંતુલન, લોકમાતા વિશ્વામિત્રી શુદ્ધિકરણ, પ્રાકૃતિક કૃષિ અને યોગ માટે નિરંતર સમર્પિત છે. તેઓ અનેક એવોર્ડથી સન્માનિત છે જેમકે આંતરરાષ્ટ્રીય વિશિષ્ટ પ્રતિભા એવોર્ડ, વિવેક એવોર્ડ, જગદગુરુ વલભાચાર્ય એવોર્ડ થી આ વર્ષે સન્માનિત થયાં છે. આજે હંસરાજ કૉલેજ સભાગાર દિલ્હી યુનિવર્સીટીમા અનેક ગણમાન્ય મહાનુભાવોની હાજરીમાં ડૉ રાજુ એમ ઠક્કરને હિન્દુસ્તાન કૃષિ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. બે વખત  લીમ્કા બુક ઓફ નેશનલ એવોર્ડના ધારક છે. ડો યુ એસ ગૌતમ, ડીડીજી આઇસીએઆર ને ભારત ગૌરવ લાલ બહાદુર શાસ્ત્રી એવોર્ડ, ડૉ પ્રભાતકુમાર, કમિશ્નર  મિનિસીટ્રી ઑફ એગ્રીકલ્ચર, ભારત સરકાર ને ડો એ બી પાલ મેમોરિયલ એવોર્ડ તથા ડૉ લાખનસિંહ, ફાઉન્ડર ડિરેક્ટર અટારી આઇસીએઆર ને ભારતરત્ન સ્વામીનાથન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Advertisement

આજના વિશિષ્ટ અવસરે ડો આર પી સિંહ સલાહકાર, આફ્રિકન એશિયન રૂરલ ડેવપમેન્ટ , પ્રો. એમ મોની પ્રોફેસર એમીરિટીસ  આઇસીએઆરના ડીડીજી ડૉ. યુ.એસ. ગૌતમ, ડૉ. પ્રભાતકુમાર, ૭૫ વર્ષ થી કાર્યરત  હંસરાજ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ રમા શર્મા, વાઇસ પ્રિન્સિપાલ ડો વિજય રાણી જેની હાજરીમાં પ્રાકૃતિક કૃષિનું જ્ઞાન અને આધ્યાત્મિકતાનો એક સુઅવસર શોભી ઉઠ્યો. પ્રાકૃતિક કૃષિ જ પૃથ્વીના પર્યાવરણ સંતુલન અને માનવતાના ઉત્કર્ષ માટે એકમાત્ર શક્તિશાળી માર્ગ છે, જે વિશ્વને ટકાવી રાખી શકે છે. ડો પુલકિત ચૌધરી, ડો અનિલ ચૌધરી, વિશાલ અને કુણાલ એ ત્રીદિવસીય મહા સંમેલનનેમા ખૂબ જ પુરુષાર્થ કર્યો છે.

ગુજરાત મહા રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિકકૃષિના પ્રેરક તથા માનનીય કુલપતિ ડો સી એલકે ટિંબડિયાજીના માર્ગદર્શનથી ડો રાજુ એમ ઠક્કર પ્રાકૃતિક કૃષિ ના પ્રસાર માટે અવિરત પ્રયાસરત છે. કાશ્મીર થી કન્યાકુમારી પદયાત્રી પણ છે.

Advertisement

 

 

Advertisement

 

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!