Kheda

વાંઘરોલી ગ્રામપંચાયતે ગેર કાયદેસર પાકા દબાણો નુ કલંક દૂર કર્યું

Published

on

  • ગળતેશ્વર મામલતદાર સહિત પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બે જેસીબી મશીન થી દબાણો હટાવ્યા

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં આવેલ વાંઘરોલી ગામમાં ગઈકાલે વહીવટી તંત્ર દ્વારા વાઘરોલી ગામમાં આવેલ દુધિયા તળાવ ઉપર ગેરકાયદેસર રીતે ઉભા કરેલા 7 જેટલા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં બે જેસીબી મશીનની મદદથી દબાણોનો સફાયો કરવામાં આવ્યો શાંતિપૂર્ણ રીતે દબાણો દૂર થાય અને કોઈ ઘર્ષણના બનાવ ના બને તે માટે વહીવટી તંત્ર દ્વારા સેવાલિયા મામલતદાર તથા સેવાલીયા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્વક રીતે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી

અગાઉ તંત્ર દ્વારા દબાણ હટાવવાની નોટિસ આપવામાં આવી હતી પરંતુ દબાણકરતાં ઓએ નોટિસ ને ગણકારી નહીં તેથી તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવેલા દબાણો ને દુર કરવામાં આવ્યા હતા દબાણ હટાવ ઝુંબેસ માં ગામના સરપંચ તલાટી સહિતના પંચાયત ના કર્મચારી ખડે પગે હાજર રહી દબાણો દૂર કરાવ્યા હતા

Advertisement

Trending

Exit mobile version