Chhota Udepur
કદવાલમાં ગુનાખોરીનુ પ્રમાણ ઘટાડનાર PSI ને પાછા લાવવા લોકોમાંગ People
(કાજર બારીયા દ્વારા)
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાનું કદવાલ પોલીસ સ્ટેશન પંચમહાલ અને છોટાઉદેપુરના ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારાઓ માટે અડીખમ દિવાલ સમૂ છે અહીંથી ગૌ માતાની તસ્કરી, દારૂની હેરાફેરી, લાકડા તેમજ ખનીજની દાણચોરી, MP ની ધાડપાડું ટોળકીઓ પંચમહાલમાં વાયા કદવાલના રસ્તેથી પ્રવેશી ગુનાહિત પ્રવૃત્તિઓ કરી આબાદ છટકી જતા હોવાના ભૂતકાળમાં ઘણા બનાવો બન્યા છે દોઢ વર્ષ અગાઉ આ વિસ્તારમાં અસંખ્ય ગુનાઓ બન્યા હતા જેને રોકવામાં પોલીસ તંત્ર નિષ્ફળ નીવળ્યું હતું ત્યારબાદ
કદવાલ પોલીસ સ્ટેશનમાં દોઢ વર્ષ પૂર્વે પીએસઆઇ તરીકે K.K સોલંકીએ ચાર્જ સંભાળ્યો હતો ચાર્જ સંભાળતા ની સાથે જ કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ, સ્થાનિક લોકો સાથે પરિચય, બાતમીદારોને સક્રિય કરી પોતાની આગવી સુઝ બુઝ અને કુનેહ સાથે લોક સંપર્ક કરી ગુનેગારોના અવરજવરના રસ્તા તેમજ તેમની હિલચાલ ઉપર નજર રાખી તેમના ઉપર સપાટો બોલાવતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો તેમની આ કાર્યવાહીથી અસામાજિક તત્વો ગુનો કરતા પહેલા દસ વાર વિચાર કરતા હતા
હિન્દુઓની આસ્થા એટલે ગૌમાતા આ વિસ્તારમાં ગૌમાતા તેમજ ગૌવંશની મોટાપાયે હેરફેર થતી હતી પરંતુ કે.કે.સોલંકીએ આવા લોકો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી હજારો ગૌમાતા ઓને કતલખાને જતા બચાવી હતી પર્યાવરણ માટે પણ પીએસઆઇ કે.કે.સોલંકી એ નોંધ લેવાય તેવી કામગીરી કરી હતી લીલા વૃક્ષોનું નિકંદન હોય કે પછી ખનીજ હેરફેર પીએસઆઇ એ આ બદીઓને રોકી પર્યાવરણ પણ બચાવ્યું હતું મધ્યપ્રદેશ થી ગુજરાતમાં ઠલવાતો દારૂ વાયા કદવાલ થઈ પંચમહાલમાં પ્રવેશતો હતો તેમજ લૂંટારુ ગેંગો પણ રાત્રિના સમયે આ રસ્તે પસાર થતા હતા ત્યારે પીએસઆઇ રાત્રિના ઉજાગરા વેઠી સઘન પેટ્રોલિંગ હાથ ધરી આવા ગુનેગારોને પકડવામાં સફળતા મેળવી હતી તેમની આ કામગીરીને કારણે વિદેશી દારૂની હેરફેર તેમજ લુટના ગુનાઓના બનાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો પીએસઆઇ K.Kસોલંકીના કારણે આ વિસ્તારની જનતા રાત્રિના સમયે કોઈ પણ ચિંતા વગર આરામથી સુઈ જતી હતી તેમને પીએસઆઇ ઉપર ભરોસો હતો
ત્યારે પોલીસ વિભાગે આવા બાહોશ અને પ્રજાના રક્ષક એવા પીએસઆઇ ની બદલી કરતા કદવાલ પંથકમાં આચાર્ય ફેલાયું હતું આટલા સારા કામ કરવા છતાં બદલી કેમ કરવામાં આવી તે વાત લોકોના ગળે ઉતરતી નથી પીએસઆઇને કદવાલ પોલીસ સ્ટેશનમાં PSI તરીકે હાજર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે
અત્રે ઉલ્લેખનીય છેકે પીએસઆઇ ને પાછા કદવાલ પોલીસ સ્ટેશનમાં મુકવામાં નહીં આવે તો સ્થાનિક જનતા ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ઉચ્ચ કક્ષાએ આની રજૂઆત કરશે તેવા અહેવાલો સૂત્રો દ્વારા પ્રાપ્ત થયા હતા