Gujarat
વિજળીમુદ્દે મુખ્યમંત્રી ની શિખામણ ઝાંપા સુધી સરકારી કચેરી માં વિજળી નો વેડફાટ
(સુરેન્દ્ર શાહ દ્વારા)
ગુજરાતમાં ગરમીના દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતી વીજળી મળતી નથી અને પિયત માટે ખેડૂતો વીજળી માટે વલખા મારતા હોય તો બીજી તરફ ગુજરાતના વિધાનસભા સંકુલથી માંડીને રાજ્યની તમામ વિભાગોની ઓફિસમાં વીજળીનો ભયંકર વેડફાટ અને દૂર વ્યાય થાય છે આ અંગે ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં ચર્ચાઓ ચાલી હતી જેમાં ગુજરાતની અને કોર્પોરેશનની ઓફિસો વન વિભાગની ઓફિસો કે અન્ય વિભાગોની ઓફિસો ના વિઝ્યુઅલ સમય સાથે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સવારના 10 વાગ્યાથી તમામ ઓફિસોની વીજ ઉપકરણો ચાહે તે AC હોય પંખા હોય કે ટ્યુબલાઈટ હોય તમામ વીજ ઉપકરણો 10:00 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવે છે અને સ્ટાફ 11:00 વાગે આવે ઓફિસર ગમે ત્યારે આવે મતલબ પ્રતિદિન એક કલાક ગુજરાતની તમામ ઓફિસોમાં વીજળીનો વ્યય થાય છે એ ના થાય તો ગ્રામ્ય વિસ્તારોને પણ સતત અવિરત અને કોઈ પણ જાતના કાપ વગર તમામ ગામડાઓને વીજળી મળી રહે આ અંગે એક મહિના પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે વીજળીનો બચાવ કરો અને તે માટેનું અભિયાન ચલાવવામાં અભિયાનના ભાગરૂપે લાખો રૂપિયાની જાહેરાતો પ્રિન્ટ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં આપવામાં આવી હતી જેના માટે સરકાર દ્વારા લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો પરંતુ મુખ્યમંત્રીની શિખામણ જાપા સુધી પણ ના પહોંચી કારણ કે વિધાનસભા સંપૂર્ણ ની મોટાભાગની ઓફિસમાં આઈએસ અધિકારીઓ જ મુખ્યમંત્રીની અપીલને ધ્યાનમાં લીધા વગર પટાવાળા ને આદેશ કરવામાં આવે છે કે ઓફિસનો સ્ટાફ આવે તે પહેલા દસ વાગ્યાથી એસી પંખા વગેરે વીજળીના ઉપકરણો ચાલુ કરી દેવા જેથી સ્ટાફ આવે ત્યારે ઓફિસમાં ઠંડક થઈ ગયું હોય ગુજરાતની મોટાભાગની સરકારી ઓફિસો નું વહીવટ આવી રીતે ચાલે છે.
પરિણામે વીજળીની ખેંચ ઉત્પન્ન થાય છે અને તેનો ભોગ બને છે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો અને કૃષિ વિષયક વીજ કનેક્શન ધરાવતા ખેડૂતો ગ્રામ પંચાયત હોય કે નગરપાલિકાઓ હોય મામલતદાર ઓફિસ ટીડીઓ ઓફિસ જિલ્લા પંચાયતની ઓફિસ ટૂંકમાં ગુજરાતની તમામ સરકારી ઓફિસોમાં આ પ્રકારનો વીજળીનો બગાડ થાય છે તે બંધ કરવા માટે રાજ્ય સરકારે કડક ખાતે કામ લેવું પડશે તાજેતરમાં માર્ચ એન્ડિંગ વખતે ગુજરાતની ઘણી બધી નગરપાલિકાઓમાં લાખો રૂપિયાના બિલ બાકી હોવાથી તેઓના સ્ટ્રીટ લાઈટના કનેક્શનનો કપાઈ ગયા હતા અને તેનો ભોગ નગરજનો ને અંધકાર વેચવાનો વારો આવ્યો હતો છતાં પણ વહીવટ કરતાઓ અને અધિકારીઓ દ્વારા વીજળી બચાવવાની બદલે તેનો વ્યય કરે છે પરિણામે ખેડૂતોને પિયત માટે વીજળી આપવામાં આવતી નથી અને આપવામાં આવે છે તો રાત્રિના સમયે આવે છે પરિણામે ખેડૂત જીવના જોખમે ઉજાગરો વેઠીને પોતાના પાકને પાણી પાવા માટે જોખમ લેશે બીજી તરફ સરકારી અધિકારીઓ જેવો સમયસર ઓફિસ એ આવતા નથી અને તેઓની ઓફિસોમાં 10:00 વાગ્યાથી જ લાઈટો ચાલુ થઈ જાય છે વીજળી બચાવવા માટેનું અભિયાન ચલાવવામાં સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે પરંતુ સરકારી ઓફિસો દ્વારા જ તેનો આધાર કરવામાં આવે છે આ અંગે ચર્ચામાં ભાગ લતા નિવૃત્ત આઇએસ અધિકારી દિનેશ બ્રહ્મભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવી ઓફિસો કે જેમાં સ્ટાફ ઉપસ્થિત ના હોય અને વીજળીના ઉપકરણો સતત ચાલુ હોય તેવી ઓફિસો પકડાય તો તેઓના અધિકારી દ્વારા લાઈટ બિલ ભરવા માટેનો આદેશ આપી તેઓના પગારમાંથી લાઈટ બિલ કાપવું જોઈએ આશ્ચર્યની વાત તો એ છે રાજકોટની વન વિભાગની એક ઓફિસમાં બહારથી લોક હતું અને બારીમાંથી શૂટિંગ કરતા અંદરના તમામ ઉપકરણો એસી સહિતના ચાલુ હતા એ ખરેખર દુખદાયક છે વીજળી બચાવવાના અભિયાનનું સતત અનાદર થતાં તેનો ભોગ ગ્રામ્ય વિસ્તારો ના નાના માણસો બને છે.
* ખેડૂતો વિજળી માટે બૂમો પાડે છે ને સરકારી કચેરીઓમા વિજળી નો બેફામ બગાડ
* ઓફિસ બહાર થી બંધ હોય અને વિજળી ના તમામ ઉપકરણો ચાલુ હોય તે શરમ જનક છે
* વિજળી બચાવવા લાખોની જાહેરાત કરનારા વિજળી વેડફવામાં અગ્રેસર ઘર ના ભુવા ને ઘર ના જાગરીયા
* સામાન્ય માણસ કારમી મોઘવારી માં વિજળી બચાવવાનો જ છે શિખામણ જનતા ને નઇ સરકારી અધિકારીઓને આપવાની જરૂર છે
* કચેરી ઓમા વિજળી વેડફતા અધિકારીઓનાં ઘર માં શું આ પ્રમાણે વિજળી નો વેડફાટ કરતાં હશે ????
* દીવા તળે અંધારું પણ સરકારી કચેરી માં લોકો ના ટેક્ષ ના પૈસે અજવાળું જ અજવાળું