Panchmahal
હાલોલ માં પાણી નો બગાડ આગામી સમય માં વિકટ સમસ્યા સર્જાશે????
હાલોલ નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણીનો ખૂબ જ બગાડ થાય છે પરિણામે હાલોલ નગરના રોડ રસ્તાઓ સવારથી જ ભીના અને ગંદા થઈ જાય છે હાલમાં ઠંડીના દિવસો ચાલે છે જ્યારે હોળી બાદ ગરમી તેની ચરમશીમા પર હશે ત્યારે હાલોલ નગરમાં હાલોલ નગરમાં પાણીની સમસ્યા ઉત્પન્ન ન થાય તે માટે પાલિકા તંત્રના પાણી વિભાગે સજાગ થવાની જરૂર છે ઠંડીના દિવસોમાં ગુજરાત રાજ્યના ડેમો, તળાવો અને ચેક ડેમો માં 40% જેટલા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે પરિણામે ગરમીના દિવસોમાં પાણીની સમસ્યા ચરમશીમાંએ હશે તે માટે હાલોલ પાલિકાના પાણી વિભાગ દ્વારા આગોતરું આયોજન કરી હાલમાં આપવામાં આવતા પાણીના સમયમાં ઘટાડો કરી પાણીની સમસ્યા ઊભી ન થાય માટે થોડોક સમયમાં ઘટાડો કરી પાણીનો બગાડ થતો અટકાવવો જોઈએ હાલોલ નગરના નાગરિકો દ્વારા ખુલ્લા નળ રાખી કપડાં ધોવા વાસણ ઘસવા વગેરે જાહેરમાં કરીને પાણીનો અશહય બગાડ કરે છે પાણીનો બગાડ એટલો બધો થાય છે કે બગાડ થયેલા પાણી નો ઉપયોગ બીજા દિવસે થાય એટલો બગાડ થાય છે
જે બરોબર નથી આ બધું રોકવા માટે પાલિકા પાસે માત્ર બે જ વિકલ્પ છે કારણ કે પાલિકા આખા વર્ષનો પાણી નો વેરો માત્ર 600 રૂપિયા લે છે પરિણામે પાણીનો બગાડ થાય છે પાણીનો બગાડ થતો રોકવા માટે જો મીટર લગાવવામાં આવે તો પાણીનો બગાડ આપોઆપ બંધ થઈ જશે આવતા દિવસો માં ગરમી નો પ્રકોપ અસહ્ય હશે અને ઠેર ઠેર પાણી માટે પોકારો પડવાના છે એ પોકારો હાલોલ ખાતે ના પડે તે માટે હાલોલ પાલિકાએ તાત્કાલિક ધોરણે સજાગ થવાની જરૂર છે હાલોલ ના મુખ્ય બજારમાં, રાણાવાસમાં, વિઠ્ઠલ ફળિયામાં, શાકભાજી માર્કેટમાં અને મોટે ભાગે સમગ્ર નગરમાં પાણી ની રેલમછેલ થાય છે આવતા જતા માણસોને તકલીફ પડે છે વેપારીઓને ગ્રાહકો ન આવવાની ફરિયાદો છે
આ બધા વિચારોને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્ર એ પાણીના સમયનો ઘટાડો કરી પાણીના બગાડને અટકાવવો જોઈએ “જલ એ જ જીવન”ના સૂત્રને ધ્યાનમાં રાખીને નાગરિકોએ પણ સાથ સહકાર આપવાની ફરજ નિભાવી જોઈએ ગુજરાતના મોટાભાગના ડેમો, તળાવો, ચેક ડેમો નદી અને કોતરોમાં તળિયા દેખાય છે હાલમાં ગુજરાત પાસે ગરમીના દિવસોમાં પહોંચી વળવા માટે માત્ર 40% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે છતાં પણ પાણીના બગાડ અને તેની વ્યવસ્થા પર ધ્યાન આપવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં પાણીની કટોકટી ચરમ સીમાએ હશે આ બધા જ પ્રશ્નોનો સામનો કરવો ના હોય તો હાલોલ પાલિકાના સત્તાધિશોએ જાગૃત બનીને આગોતરું આયોજન કરવું પડશે
પાલિકા દ્વારા અગમચેતી ના પગલાં ન લેવાય તો પાણી ની વિકટ પરિસ્તીથી સર્જાસે
- આવતા દિવસો માં ગરમી નો પ્રકોપ અસહ્ય હશે અને ઠેર ઠેર પાણી માટે પોકારો પડવાના છે
- પોકારો હાલોલ ખાતે ના પડે તે માટે હાલોલ પાલિકાએ તાત્કાલિક ધોરણે સજાગ થવાની જરૂર
- પાણી પહેલા પાળ બાંધી આગોતરુ આયોજન કરવુ જરૂરી
- ગુજરાત રાજ્યના ડેમો, તળાવો અને ચેક ડેમો માં 40% જેટલા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે