Connect with us

Gujarat

સેવાલિયા તાલુકા સેવાસદનમાં “જળ સંકટ” અરજદારો ભરઉનાળે પાણી પીવા તરસી રહ્યા છે

Published

on

(પ્રતિનિધિ રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર)
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ૩૪ ગામોનું મુખ્યમથક તાલુકા સેવાસદન અરજદાર માટે પાણીની સુવિધાથી વંચિત જોવા મળ્યું છે. જળ એજ જીવનના રૂપકને કલંક લગાડતી કચેરીના જવાબદાર અધિકારીઓ દ્વારા પાણીની સમસ્યા દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડું પાણી પીવા મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જ્યારે બીજી તરફ અધિકારીઓ માટે મુકવામાં આવેલ પીવાના પાણીનું કુલર પણ ભંગાર સ્થિતિમાં ફેરવાઈ ગયું છે. ત્યારે અરજદારની તો વાત જ જવાદો! દૂર દૂરથી કામ અર્થે આવનાર લોકોને પણ પીવા માટે ઠંડા પાણીની કોઈ જ સુવિધા નથી! પીવાના પાણીની સમસ્યા અધિકારીઓ પણ આ ગંદકીગ્રસ્ત કુલરમાંથી પાણી પીતા નથી. દુર્ગંધગ્રસ્ત અવસ્થામાં મુકાયેલ કુલરમાંથી પટાવાળાય પાણી પીતા નથી.દૂર દૂરથી કામગીરી માટે આવતા ગરીબ અરજદારો પૈસાથી પાણી ખરીદવા મજબુર બની ગયા છે. અધિકારીઓ માટે મુકાયેલ પીવાના પાણીનું કુલર પણ ભંગાર સ્થિતિમાં મુકાઈ ગયું છે. સાથે જ પીવાના પાણીનું આર.ઓ. મશીન પણ બંધ હાલતમાં ધુળ ખાતુ પડયું છે. પરંતુ ભરઉનાળે અસહ્ય ગરમીમાં લોકોને ઠંડુ પાણી મળી રહે તે માટે અધિકારીઓને કે કર્મચારીઓને આ મશીનો ચાલુ કરવાની પડી નથી.

 

Advertisement

દિવસ દરમિયાન મામલતદાર કચેરીમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો થતો હોય તાલુકાભરમાંથી લોકો આવી રહ્યા છે. પરંતુ લોકોએ પીવા માટેનું પાણી પાતાના ઘરેથી જ ભરીને લાવવું પડે તેવી સ્થિતિ હાલમાં જણાઈ રહી છે. કારણકે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કચેરી સંકુલમાં વોટર કુલર મુક્યા હતા. પંરતું આ કુલર પાસે ગંદકી જોવા મળી રહી છે.વળી કુલરનું યોગ્ય મેઈન્ટેનન્સ નહીં કરાતાં બીજું કુલર અને RO મશીન બંધ હાલતમાં પડેલું છે. તો ઓફિસમાં કામ કરતા કર્મચારીઓએ પોતાની સગવડતા માટે મીનરલ વોટરનાં જગ મંગાવી રહ્યા છે. જેથી મુલાકાતીઓને પીવાનું પાણી શુધ્ધાં નશીબ નથી આવતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ નવી કચેરી બન્યાને હજી બહું વર્ષો નથી થયા પરંતુ એ.સી. કેબિનમાં બેસવા ટેવાયેલા અધિકારીઓને જાણે તેમની કેબિન બહાર શું પરિસ્થિતિ છે તે જોવાની પણ જાણે ફુરસદ નથી.

  • – કુલરનું યોગ્ય મેઇન્ટેનન્સ નહિ કરાતા બીજું કુલર અને RO મશીન બંધ હાલતમાં…
  • – ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પોતાની સગવડતા માટે મિનરલ જગ મંગાવી રહ્યા છે…
  • -અધિકારી,કર્મચારી મિનરલ વૉટરની બોટલો ગટગટાવે છે અને અરજદારો ના ગળા સુકાય છે
Continue Reading
Advertisement
error: Content is protected !!