Chhota Udepur
આપણા ખેતરના આપણે ડૉકટર અને આપણે વૈજ્ઞાનિક
ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લઇ જવા મોહિમ શરૂ કરી છે. તેઓ ખેડૂતોને જેમ બને તેમ વધુ ગાય આધારીત ખેતી કરવા પ્રોત્સાહિત કરી પ્રાકૃતિક ખેતી કરવા માર્ગદર્શન આપે છે. રાજયપાલની પ્રાકૃતિક ખેતી પ્રેમથી પ્રેરાયને છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના વાવડી અને તંબોલીયાના ખેડૂત રમેશભાઈ રાઠવાએ પણ પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી. મેરી કહાની મરી જુબાની અંતર્ગત પોતાના અનુભવો વાગોળતા તેમણે કહ્યું કે પાંચ વર્ષ પહેલા ખેતરના એક શેઢે પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી.આપણા બાપ દાદા સજીવ ખેતી કરતા અને નિરોગી જીવન જીવતા.
આપણા ખેતરના આપણે ડૉકટર અને આપણે જ વૈજ્ઞાનિક. ગ્રામજનોને સજીવ ખેતીની માહિતી આપતા રમેશભાઈએ જણાવ્યું કે, મોરોમસી,ઇયળ,ફુગનાશક મીલીબગ માટેની જીવામૃત તેઓ જાતે બનાવી પાકનું રક્ષણ કરે છે. આ ઉપરાંત જે ખેડૂત મિત્રોને જીવામૃત જરૂર હોય તેમને મદદ પણ કરે છે. તેમણે કહ્યું કે દરેક ગ્રામપંચાયતે ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરતા કરવાના છે.ખેડૂત ગાય આધારીત ખેતી કરી નહીવત ખર્ચે સારું ઉત્પાદન મળી શકે. રમેશભાઇએ ખેડૂતોને ગાય આધારીત ખેતી કરવાં આહવાહન કર્યું હતું.