Panchmahal

અપની આઝાદી કો, હમ હરગિઝ ભૂલા સકતે નહિ…..

Published

on

લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના બને અને લોકો રાષ્ટ્રભક્તિ માટે આગળ આવે એવા ઉદ્દેશ્ય સાથે “હર ઘર તિરંગા” અને “મારી માટી, મારો દેશ” જેવા અભિયાનોની હિમાયત ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે ત્યારે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભારત એક બને,શ્રેષ્ઠ બને,તેવા ઉદ્દેશ્યથી આઝાદીનો “અમૃત મહોત્સવ” આખો દેશ ઉજવી રહ્યો છે.દેશના લોકોમાં આઝાદીમાં બલિદાન આપનાર વીરો અને વિરાંગનાઓની શહીદીને આજની યુવા પેઢી સમજે-ઓળખે તેવા આશયથી ‘હર ઘર તિરંગા’ અને ‘મારી માટી,મારો દેશ ‘ અભિયાન ચાલી રહ્યું છે. ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં દેશપ્રેમની ભાવનાથી પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે.

પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ ૧૩ ઓગસ્ટે સવારે ૧૦ વાગ્યે,ગોધરા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભક્તિના ગીતોની ગુંજ અને પોલીસ બેન્ડની મધુર સુરાવલિઓ સાથે આ તિરંગા યાત્રા પોલીસ હેડક્વાર્ટરથી લઈને રામસાગર તળાવ સુધી યોજાશે. આ યાત્રામાં ગોધરાના અને ગ્રામ્ય વિસ્તારોના ભાઈઓ-બહેનો હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં જોડાશે. આ તિરંગા પદયાત્રામાં પોલીસની દસ પ્લાટુન,ગોધરા શહેરના વિવિધ સ્વૈચ્છિક સંગઠનો, મહિલા મંડળો તથા યુવા મંડળો વિવિધ ડ્રેસ કોડ સાથે જોડાશે.પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારે જિલ્લાના તમામ લોકોને સ્વયંભુ આ

Advertisement

“તિરંગા યાત્રા”માં જોડાઈને પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરવા અપીલ કરી છે. પંચમહાલ જિલ્લા કલેકટરના અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ‘તિરંગા યાત્રા’ની પદયાત્રાના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ બેઠકમાં સંકલન સમિતિના અધિકારીઓ અને વિવિધ સ્વૈચ્છિક સંગઠનોના પદાધિકારીઓ અને ગોધરાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • ૧૩મી ઓગસ્ટે ગોધરામાં ‘તિરંગા યાત્રા’ યોજાશે,લોકો સ્વયંભૂ જોડાય તે માટે જિલ્લા કલેક્ટરની અપીલ
  • તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન દરેક નાગરિક પોતાના ઘર કે ધંધાના સ્થળે તિરંગો લહેરાવીને રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી શકશે

Trending

Exit mobile version