Gujarat
અમે..બનાવી…ખીચડી શિક્ષકે બનાવી વિધાર્થીઓએ દબાવીને ખાધી
ઘોઘંબા તાલુકાની દુધાપુરા પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ ના વર્ગ શિક્ષક રાજેશકુમાર પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ પાઠનું આયોજન કરી જીવનમાં આહારનું મહત્વ સમજાવ્યું ઘોઘંબા તાલુકાના દુધાપુરા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશકુમાર પટેલ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે પ્રવૃત્તિમય શિક્ષણ મેળવે અને રમતા રમતા ભણે તેવા હેતુસર આજના દિવસે દરેક વિદ્યાર્થીઓને ખીચડી બનાવવી અને તેઓની સાથે ખીચડી બનાવવાની રીત પણ શીખવવામાં આવી હતી. તેઓએ આગલા દિવસે દરેક વિદ્યાર્થીઓને ખીચડીમાં કયા કયા શાકભાજી ,કયા કયા મરી મસાલા, કયા કયા કોથમીર અને કયા પદાર્થોનો ઉપયોગ કરીને ખીચડી બની શકે છે? તે વિશે મૌખિક ચર્ચા કરી હતી અને વિદ્યાર્થીઓને તમામ વસ્તુઓ ઘરેથી લાવવા માટે શિક્ષકે જાણ કરી હતી. દરેક વિદ્યાર્થી પોતાની જાતે ઘરેથી અથવા દુકાનેથી દરેક વસ્તુઓ લાવીને બીજા દિવસે એકઠી કરી તથા તમામ વસ્તુઓને સાફ-સફાઈ કરી સમારકામ કર્યું. અને વિદ્યાર્થીઓ દ્વારા જ ગેસનો ચૂલો સલામત રીતે સળગાવ્યો હતો અને તેનો વઘાર શિક્ષકની મદદથી દરેક બાળકની હાજરીમાં કરવામાં આવ્યો હતો.
દરેક બાળકો ખીચડી બનાવવાનુ અવલોકન કરી ખરેખર ખુશ થઈ ગયા હતા. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ખીચડીમાં નાખવામાં આવેલી તમામ વસ્તુઓનું મહત્વ સમજાવ્યું હતું. તેમાં મળતા તમામ પોષક તત્વો અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ખાવાનુ રાંધતી વખતે ચોકસાઈની વાત કરવામાં આવી હતી. દરેક વિદ્યાર્થીઓ માટે સુંદર મજાની સ્વાદિષ્ટ ખીચડી તૈયાર થઈ જતા લાઇનસર રાજેશભાઈ પટેલે તેઓને ખીચડી પીરસીને જમાડ્યા હતા. દરેક વિદ્યાર્થીઓ ખીચડી જમ્યા બાદ ખરેખર ખૂબ ખુશ થઈ ગયા હતા અને ખીચડીના મજેદાર સ્વાદથી તેઓને અનેરો આનંદ જણાયો હતો શિક્ષણના પાઠ ભણાવવા હોય તો એકલું પુસ્તકનું જ્ઞાન પણ જરૂરી હોતું નથી, પણ સાથે સાથે પ્રવૃત્તિમાં શિક્ષણ અને સાથે સાથે આનંદમય શિક્ષણ આપવામાં આવે તો વિદ્યાર્થીઓ ખરેખર કોઈપણ જાતના કંટાળા વગર સારી રીતે શિક્ષણ મેળવી શકે છે.