Chhota Udepur
છોટાઉદેપુરની સરકારી સીસ્ટમ શું છે બાર એસોસિએશન પ્રમુખ લલીતચંદ્ર નો પત્ર
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
બોડેલી તાલુકાનું નવીન અસ્તીત્વ આવ્યા બાદ આશરે કુલ ૧૫૮ ગામો ને ભેગા કરી બોડેલી તાલુકો બનાવવામાં આવેલ છે અને તેવીજ રીતે છોટાઉદેપુર ના કુલ ૬ તાલુકા ભેગા થઈ ને છોટાઉદેપુર જીલ્લા બનાવવામાં આવેલ છે.
સમગ્ર જીલ્લા ખાતે ૨ જેટલી નાયબ કલેકટરની કચેરી આવેલ છે જેમાં એક છોટાઉદેપુર જીલ્લા મથકે જેમાં કુલ ૩ તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં છોટાઉદેપુર તાલુકો, કવાંટ તાલુકો અને જેતપુરપાવી તાલુકો તેવી જ રીતે બોડેલી નાયબ કલકેટર ની કચેરી માં બોડેલી તાલુકો, સંખેડા તાલુકો અને નસવાડી તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે અને તેજ તાલુકા ના ચાલતા જમીન ના કેસો જેવા આર.ટી.એસ. અપીલો, લેન્ડ ગેબીંગ ની અરજીઓ તથા ખેડુત ખરાઈ ના દાખલા મેળવવાની અરજી નો નિર્ણય કરવા માટે ની કામગીરી ચાલી રહેલી છે.
બોડેલી તાલુકા તથા છોટાઉદેપુર તાલુકા માં આવેલ નાયબ કલેકટર ની કોર્ટમાં કુલ ત્રણ તાલુકા કે જે તાલુકા નું કેસનું ભારણ વધારે છે તેવા તાલુકા ના રેવન્યુ કેસો ચલાવવાની કાર્યવાહી બોડેલી એસ.ડી.એમ. ની કોર્ટમાં થાય છે અને જેમાં નસવાડી તાલુકા માં દુર દુર સુધીના તમામ ગામડા ઓ ના કેસો તથા બોડેલી તાલુકા સેવા સદન થી અંદાજીત ૫૦ થી ૬૦ કિ.મી. અંતરે આવેલા ગામડા ના જમીન બાબતના કેસો પણ બોડેલી નાયબ કલેકટર ની કોર્ટમાં ચાલતા આવે છે.
તમામ રેવન્યુ કેસો ની સુનાવણી નામદાર કોર્ટ ધ્વારા સોમવાર તથા ગુરૂવાર કે જે પબ્લીક દિવસ તરીકે છે તેમાં રાખવામાં આવે છે અને તમામ કેસો ની કાર્યવાહી બપોર ના ૩ વાગે નામદાર કોર્ટ ના સુચન આધારે રાખવામાં આવે છે પરંતુ સદર કેસો બાબતે દુર દુર થી આવતા પક્ષકારો કે જેમની મુદત તારીખ હોય તો તેઓ સવારના વહેલા આવવા માટે નીકળી જાય છે અને બપોર ના કેસ ના સમય પહેલા નામદાર કોર્ટમાં હાજર થઈ જાય છે અને ત્યાર બાદ ત્રણ વાગે રાબેતા મુજબ અને નોટીસમાં લખેલ સમય સર નામદાર કોર્ટમાં સાહેબ ન આવેલા હોવાથી ઘણી વાર એટલે કે કાયમ માટે નાયબ કલેકટરનાઓ કોઈ દિવસ ૪ વાગે તો કોઈ દિવસ ૫ વાગે બોર્ડ ના કેસો ચલાવવાની કાર્યવાહી કરવામાં આવે છે અને જયારે પણ સમય બાદ વકિલો દ્વારા કે પક્ષકારો દ્વારા આજે કેટલા વાગે સાહેબ આવવાના છે તો ઓફીસના કર્મચારી કે જે પોતે આખા તાલુકા ના રાજા હોય તેવો રુવાબ બતાવીને જણાવે છે કે સાહેબ આવે છે રસ્તામાં આવશે એટલે કેસો ચાલશે તેવુ અનેક વાર જણાવવામાં આવે છે. અને જયા સુધી નાયબ કલેકટરના ઓ જેટલા વાગે આવે તેટલા વાગે કેસોની સુનાવણી ની પ્રક્રિયા કરવામાં આવે છે અને બપોરના ભુખ્યા તરસીયા ગામડાના ઈસમો ની કોઈપણ જાતની બેઠક વ્યવસ્થા કે પ્રાથમીક જરૂરીયાત જેવી કે પાણી ની વ્યવસ્થા પણ કચેરી માં ન હોય અને કચેરી ની લોબીમાં જાણે નોકરો અને ચાકરો ને બેસાળતા હોય તેવી પરિસ્થિતીમાં રાહ જોઈ ને બેસી રહે છે અને એવો વિચાર કરે છે કે આજે મારો કેસ ચાલશે અને ચાલશે તો કેટલા વાગે પતશે અને હું તથા મારા ઘરના બીજા સભ્યો કેટલા વાગે ઘરે પોહચીશુ તેવો પ્રશ્ન સતત પક્ષકારો તથા તેના અધીકૃત કરેલ વકિલને મનમાં સતત ઉભો રહે છે.
મહત્વની બાબત તો એ છે કે, સરકારના હાલના આધુનીક યુગમાં તમામ ચાલતા કેસોની માહીતી ઓનલાઈન મુકવાનો તથા જરૂરી પક્ષકારો કે વકિલના મોબાઈલ નંબર પર મેસેજ કરવાની સુવીધા ઘણા સમય થી ચાલતી આવે છે પરંતુ આવી કોઈ સુવીધા આપવામાં આવતી નથી કે નામદાર ગુજરાત રાજય ના કેસના ઓનલાઈન અપડેટ પણ કરવામાં આવતુ નથી જેથી કોઈપણ પક્ષકાર ને લેખીતમાં નોટીસ આવે ત્યારે જ ખબર પડે કે મારા કેસની મુદત તારીખ કઈ ને અને મારે મારા કેસમાં કેટલા વાગે હાજર થવાનું છે અને કઈ તારીખે હાજર થવાનું છે પરંતુ આવુ થતુ નથી કારણકે, નામદાર કોર્ટ ધ્વરા કેસની સુનાવણી ની જે નોટીસો આર.પી.એ.ડી થી કાઢવામાં આવે છે તે મુદત તારીખ જતા રહ્યા બાદ જે તે પક્ષકારે ને તેમના સરનામે મળે છે અને જ્યારે નોટીસનું કવર ખોલે છે ત્યારે અંદરની મુદત તારીખ જોવામાં આવે છે તો તે મુદત તારીખ બાદ ની નોટસો કોર્ટ દ્વારા મળતી આવે છે અને પક્ષકારો પોતાના કેસમાં સમય સર અને મુદત ના દિવસે હાજર રહી આગળની કાર્યવાહી થી વંચીત રહી જાય છે કારણકે નામદાર કોર્ટના સુચન પ્રમાણે જે કેસમાં નોટીસો બજવવાની કામગીરી મુદત ના સમય પહેલા પક્ષકારો ને નોટીસ મળે તે કરવાનું સુચન આપવા છતા પણ ટપાલ વિભાગ ધ્વારા આવી કાર્યવાહી ના વિલંબ ના કારણે સમય સર મુદત ના દિવસ પહેલા કોઈ પક્ષકારો ને નોટીસો મળતી નથી અને પોતે પોતાનો બચાવ કરવા કે રજુઆત કરવા માટે સમયસર મુદતના દિવસે હાજર રહી શકતા નથી અને કેસો નું ભરણ વધતુ જાય છે અને પાછી નવી મુદત અને નવી નોટીસો એવો શીલશીલો અવીરત પણે ચાલતો આવે છે.
મુદત જતા રહ્યા બાદ જો કોઈ પક્ષકાર કે તેમના અધિકૃત કરેલ વકિલનાઓ સદર કેસની મુદત તારીખની તપાસ કરવા માટે કચેરી માં આવે તો તેમને યોગ્ય તે મુદત તારીખ કે કોઈ જવાબ કચેરી ના અધીકારીઓ ધ્વારા આપવામાં આવતા નથી પરંતુ ઉપર થી એક આરોપી જેવો વ્યવહાર કરવામાં આવે છે અને જણાવવામાં આવે છે કે ગુજરાત સરકારની વેબસાઈટ પર જોઈ લેવાનું આવુ બધુ અહી પુછવા આવવાનું નહી પરંતુ કઈ વેબસાઈટ અને જો વબસાઈટ ખોલવામાં આવે તો કેસની કોઈ માહીતી કે નવી સુનાવણી ની મુદત દેખાતી નથી કે તેમાં કોઈપણ જાતનું અપડેટ કરવામાં આવતુ નથી અને જયારે જયારે કેસની માહીતી પુછવા માટે પક્ષકારો કે તેમના વકિલો કચેરી માં જવાબદાર કર્મચારી ને મળવા આવે છે ત્યારે અમુક સમયે તો એવા અપમાન જનક પશ્ન પુછવામાં આવે છે કે, તમે કોન છો અને કેમ આવ્યા છો તમારુ નામ શુ તમારે શુ કામ છે આની મુદત તારીખ જાણી ને બીજી નોટીસ આવશે એટલે આવી જજો અને કોઈ વ્યવસ્થિત જવાબ આપવામાં આવતો નથી.
રેવન્યુ કોર્ટમાં ચાલતા કેસો માં પોતાની જે કોઈ અરજી કરેલ હોય તેમાં પક્ષકારો નો મોબાઈલ નંબર પર લખાવવામાં આવે છે પછી જે સદર કેસ દાખલ કરવામાં આવે છે પરંતુ જે કેસો માં વકિલનું વકિલાત નામુ આવે છે તેમને પણ સદર કેસની માહીતી લેવાનો અધીકાર રહેલો છે અને તેવી કોઈ માહીતી કચેરી માંથી મળતી નથી અને વકિલને તો ખબર પણ ન પડે તેવી રીતે કચેરીના કેટલા અધીકારીઓ ધ્વારા જાતે પક્ષકારોનો મોબાઈલ નંબર પર ફોન કરી ને પોતે તમારા કેસમાં શુ કરવાનું છે જો જે કાંઈ કરવાનું હોય તો તમે આવી ને મળી જાવ નહી તો તમારા કેસમાં શુ થશે તેની કોઈ જવાબદારી અમારી રહેશે નહી તેવા ફોનો કરી ને પક્ષકારો ને અળકતરી રીતે બોલાવી ને કેસોમાં સેટીંગ કરવામાં આવે છે અને મોટી રકમ લેવામાં આવે છે અને જે હુકમ થાય તેની કોઈ નકલ પક્ષકારો ને મોકલવામાં આવતી નથી અને જેનું સેટીંગ થયેલ હોય તેનો કેસ જુના કેસો કરતા જલ્દી પુર્ણ થઈ જાય છે તેવા ઘણા કેસોની પણ તપાસ કરવામાં આવે તો આ સાહેબને માલુમ થાય કે કેવો ભષ્ટાચાર બોડેલી નાયબ કલેકટર ની કચેરીમાં થાય છે અને આ તમામ હકીકતો તથા માહીતી કચેરી માં ઉપલ્બધ છે અને તેના કારણે પક્ષકારોને તથા આમ જનતાને ઘણી મોટી તકલીફો અને હાડમારી ભોગવવી પડે છે જેથી પક્ષકારો તથા આમ જનતાએ કરેલી રજુઆતો ધ્યાને લઈ બાર એસોસિએશનના પ્રમુખ લલીતચંદ્ર ઝેડ રોહિત અને અન્ય હોદ્દેદારોએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.