Editorial
શું છે મોહર્રમ ની અસલી હકીકત ? શા માટે કરબલાનું યુદ્ધ થયું ?

યઝીદ એક ઐય્યાશ બાદશાહ હતો, તે સમાજમાં એવા નિયમો લાગુ પાડવા માંગતો હતો કે જેનાથી સમાજમાં દુષણો ફેલાય, જેથી ઇમામ હુસૈન અને તેમના ૭૨ જાનીશાર સાથીઓએ યઝીદ જેવા ઘમંડી અને સત્તા લાલચુ બાદશાહ સામે ન ઝૂકી તેની ખીલાફત ન સ્વીકારી શહીદ થવાનું વધુ પસંદ કર્યું અને યઝીદના ૨૨ હજારના લશ્કર સામે ૭૨ જાનીસાર છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા અને અંતે હિજરી સને ૬૧ની મોહર્રમ મહિનાની ૧૦મી તારીખે શહિદી વહોરી ઇસ્લામને અને ઇસ્લામના નિયમોને બચાવી લીધા અને ઇસ્લામના સિદ્ધાંતોને હમેશ માટે ઉજાગર કર્યા, અને લોકોને શંદેશો આપ્યો કે અન્યાય સામે કદી ઝુંકવું નહી ઉપરાંત જરૂર પડે તો અલ્લાહની રાહમાં શહીદ થતા પણ અચકાવવું જોઈએ નહીં. જેથી જ આજે દશમી મોહરમે ઇમામ હુસૈન અને તેમના સાથીઓને યાદ કરવામાં આવે છે અને તેમની યાદમાં ૧૦મી મોહરમ અશુરાના દિવસે કુરઆન પઠન, ગરીબોને જમાડવા, પાણી, શરબત અને ઠંડા પીણા વહેચવા જેવા પુણ્યના કાર્યો કરવામાં આવે છે, તદુપરાંત ૯ મી અને ૧૦ મી મોહરમના દિવસે રોઝા રાખવાનો પણ ખૂબ મહિમા છે, આજથી કરબલાના શહીદોની યાદમાં દરેક મસ્જિદ, મોહલ્લા, શેરીઓમાં કુરઆન પઠન, અને તકરીર (પ્રવચન) જેવા ધાર્મિક પ્રોગ્રામો યોજવામાં આવે છે. અને ભારત સહિતના દેશોમાં તાજીયા બનાવવામાં આવે છે.
હજરત ઈમામ હુસેન અને ઈમામ હસન રદીયલ્લાહુ અન્હુ વિશે ઈસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર અને સદેશાવાહક મુહમ્મદ સાહેબે કહ્યું કે “હસન અને હુસેન જન્નતી નવજુવાનોના સરદાર છે.” અને શહીદે આઝમ ઇમામ હુસૈન વિશે હુઝુર ખ્વાજા ગરીબ નવાઝે ખૂબ બહેતરીન વાક્ય કહયાં છે :
શાહસ્ત હુસૈન, બાદશાહસ્ત હુસૈન,
દિનહસ્ત હુસૈન, દિન પનાહસ્ત હુસૈન,
સરદાદ ન દાદ દર દસ્તે યઝીદ,
હક્કા કે બીના લાઈલા હસ્ત હુસૈન.
શાહ પણ હુસૈન છે, બાદશાહ પણ હુસૈન છે. દિન હુસૈન છે, દિનની પહેચાન પણ હુસૈન છે, માથુ આપ્યું પણ પોતાનો હાથ યઝીદના હાથમાં ન આપ્યો, હકીકતમાં એમ કહીએ તો ખોટું નથી કે લાઈલાહા ઇલ્લલ્લાહની બુનિયાદ હુસૈન છે. ઇસ્લામ ધર્મની હિસ્ટ્રીમાં અંદર અગર શહાદતોની ગણતરી કરવામાં આવે તો કોઈ લગભગ દિવસ એવો બાકીના રહે કે જેમાં કોઈ અનુયાઈ શહીદના થયા હોય ઈસ્લામના બાગના સિંચાઈમાં ઘણા યોદ્ધાઓએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે.