Panchmahal
હળવાથી મધ્યમ તથા ગાજવીજ સાથે વરસાદ પડે તો ખેડૂતોએ શુ તકેદારી રાખવી
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.૧૬/૦૩/૨૦૨૩ના રોજ પંચમહાલ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે ખેડૂતોને પાકના રક્ષણ માટે ઉચીત પગલાં લેવા જણાવવામાં આવે છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા અને એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડૂતમિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા તથા એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસ દરમ્યાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી(ખેતી)/મદદનીશ ખેતી નિયામક(તા.મુ.)/ જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નં.૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ગોધરા પંચમહાલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.