Connect with us

Editorial

પુરુષ સેક્સ કર્યા બાદપડખું ફેરવીને સુઈ જાય ત્યારે સ્ત્રીના મન માં કેવા પ્રશ્નો ઉદભવે છે ??

Published

on

કહેવાય છે કે દાંપત્યજીવનમાં સેક્સ લાઈફ બહુ જરૂરી છે જો પતિ પત્ની વચ્ચે સેક્સ લાઈફ સારી નથી તો તેનો સંબંધ રુખો સુકો હોય છે,આવું આપણે સાંભળેલું છે પણ હકીકત તો એ છે કે સેક્સ ફોર પ્લે અને આફ્ટર પ્લે થી લઈને અડધો કલાક યા તો એક કલાક ચાલતું હોય છે,પણ બાકીની જે કલાકો છે તેમાં પતિ પત્ની નો સંવાદ ને મનોસ્થિતિ એકાબીજાને કેટલી સમજાય છે તે બહુ જરૂરી છે,એક સ્ત્રી અને એક પુરુષનો આત્મા ભલે એક રહ્યો પણ શરીરના ઢાંચા જેમ અલગ છે તેમ મનની ડિમાન્ડ ને મનોસ્થિતિ પણ અલગ છે,

આપણે લગભગ સ્ત્રીઓના મોઢે સાંભળેલું છે કે તે રાત્રે સેક્સ કરીને પડખું કરીને સુઈ જાય છે તે આવું શું કામ કરે છે તે ખુદ પુરુષને પણ નથી ખબર સેક્સ કરીને જ્યારે પુરુષ પડખું કરીને સુઈ જાય છે ત્યારે સ્ત્રીને એવું લાગે છે કે તેને મારા શરીરનો ઉપયોગ કર્યો પુરુષને ફક્ત મારું શરીર જ જોઈએ છે પણ ખરેખર તે અધૂરૂ સત્ય છે,

Advertisement

પુરુષને એક વાત હજી નથી ખબર કે જ્યારે પુરુષનું સેક્સ પૂરું થાય છે ત્યારે સ્ત્રીનું સેક્સ શરૂ થાય છે એટલે જ પુરુષનું પડખું ફરવું સ્ત્રી સહન કરી શકતી નથી તેને તૃપ્ત થવા માટે સેક્સ ની જરૂર નથી પણ સેક્સ બાદ થોડીક આફટર પ્લે ની જરૂર હોય છે,પણ અમુક પુરુષ પુછવા પણ ઊભો રહેતો નથી કે તને આનંદ આવ્યો કે શું..?

પુરુષનું સેક્સ બાદ તે પોતાની બધી જ શક્તિ વિર્ય દ્રારા બહાર ફેંકી દેવાથી થાકી જાય છે અને તરત તેને ઊંઘ આવવા લાગે છે તેથી તે બીજું કંઈ વિચારી શકતો નથી આ વાત પણ સ્ત્રીને નથી ખબર

Advertisement

અહી બંનેની મનોસ્થિતિ અલગ છે,પુરુષને પ્રેમ કરવા માટે સ્ત્રીના શરીરનો સ્પર્શ જોઈએ જ્યારે સ્ત્રી દુરથી પણ પ્રેમ કરી શકે છે તેને દરવખતે સ્ક્સની જરૂર રહેતી નથી,

પુરુષ નો બિઝનેસ સારો ચાલતો હોય તો બેડરૂમમાં તેનું પફોમન્સ સારું હોય છે અને જો સ્ત્રી બેડરૂમમાં તૃપ્ત થાય તો તે ઘર પરીવારમાં પર્ફોમન્સ સારું આપી શકે છે,દાંપત્યજીવન ખાલી સેક્સ ઉપર ચાલતું નથી સેક્સ એક કલાક અડધો કલાકનો વિષય છે પણ બાકીની જે કલાકોમાં એકા બીજાનું વર્તન એકા બીજાની હેલ્પ અને એકા બીજા કેવી રીતના તર્કની જગ્યાએ સંવાદ કરે છે તે પણ મહત્વનું છે,

Advertisement

જેમ કે સ્ત્રી કિચનમાં ક્યારેય પુરુષને કામ કરવા દેતી નથી.પણ છતાં સ્ત્રીનો એવો આગ્રહ હોય છે કે મને તે કિચનમાં હેલ્પ કરાવે કદાચ જો કોઈ પુરુષ કિચનમાં હેલ્પ કરાવશે તો પણ સ્ત્રી તેની હેલ્પ વધારે લેશે નહીં કારણ કે તેનો ગેસનો ચૂલો બગડી જાય છે બસ સ્ત્રીના મનને સમજાવવા માટેની ટેકનિક છે કે તે મને બહુ સાચવે છે,

સ્ત્રીઓને ગિફ્ટ સરપ્રાઈઝ અથવા હાલતા ચાલતા પતિના પ્રેમ ભર્યા હળવા સ્પર્શની ઈચ્છાઓ રહેતી હોય છે.જે પુરુષ તેની પત્નિ ને સેક્સ સિવાય સ્પર્શ નથી કરતો તે સ્ત્રીને મનમાં ખાતરી થાય છે કે આ પુરુષ મને પ્રેમ કરતો નથી મારા શરીરને જ પ્રેમ કરે છે,કારણ કે સ્ત્રી માટે સેક્સ એટલું બધું ઈમ્પોર્ટેડ નથી જેટલું સેક્સ વગરનો હળવો સ્પર્શ પણ પુરુષ બિચારો શું કરે એ જ્યાં સુધી વીર્યને બહાર ફેંકી ના દે ત્યાં સુધી પોતાના મનને વાળી શકતો નથી એટલે જ્યારે પણ પુરુષ સ્ત્રીને સ્પર્શ કરે છે ત્યારે તે વીર્યના નીકળવા સુધી શાંત થતો નથી,હા એક વાત એ પણ પુરુષની સારી છે કે તે સ્ત્રીની ઈચ્છા વિરૂધ્ધ સેક્સ કરતો નથી,પણ સ્ત્રીની ઈચ્છાઓ જ પુરુષના ચાહત વિરૂધ્ધની છે એટલે પતિ પત્નિ વચ્ચે સંઘર્ષ ચાલ્યે રાખતો હોય છે,

Advertisement

સ્ત્રી ખાલી હગ કરવાથી પણ સંતોષાઈ જતી હોય છે સ્ત્રી સેકસ ઓછું ચાહે છે પણ પરફેક્ટ ને પ્રેમભર્યું ચાહે છે

સ્ત્રીની ઊંઘ સેક્સ બાદ ઉડી જાય છે અને પુરુષને સેક્સ બાદ ઊંઘ આવે છે કારણ કે સ્ત્રી ગ્રહણ કરે છે અને પુરુષ આક્રમણ કરે છે આક્રમણ હંમેશા થકાવે છે અને રિસેપ્ટીવ આનંદિત થાય છે,

Advertisement

 

સેક્સનો વિષય શરીરનો નહી પણ મનનો છે,ઘરમા આગ લાગી હશે તો તરત મન ઊત્જેના છોળી દે છે,મે સાંભળ્યુ છે કે જો વીર્ય સમય અંતરે બહાર ફેકવામા ના આવે તો સ્વપ્નદોષ થાય જો આ વાત સાચી હોય તો શરીરમા વીર્ય સ્ટોરજની થેલી હોવી જોઈએ પણ તેવુ નથી વીર્ય એક ઊર્જા હોય શકે જે મન ના ઈનબોક્સ મા સંગ્રહ કરે ને સ્ટોરેજ ફુલ થતા કામ અનિવાર્યતા બની શકે,એટલે જ બ્રમચર્ય પણ મનનો જ વિષય છે,ક્યારેય શરીરે સેક્સ ના કર્યુ હોય ને તેને બ્રમચર્ય કહેવુ તે યોગ્ય નથી પણ મનથી ક્યારેય વિકાર ઊત્પન થતો નથી તેને બ્રમચર્ય કહી શકાય,વિકારના પ્રકારો પણ અનેક છે,આપણા ઢોંગીબાબાઓ શરીરને જ પીડા આપતા રહ્યા પણ મન પર રાસલીલા ચાલતી રહી,સ્વર્ગની અપ્સરાઓના નિર્માતાઓ તે જ છે પૃથ્વિ પર શુક્રરાણુને સ્ટોર કરો પછી સવર્ગમા રંભા ને ઊર્વશીને પુત્રદાન કરો..

Advertisement

 

બની શકે તો બેડરૂમમા ફોન વર્જીત રાખવો,કારણ કે ઘણી વાર મોબાઈલ બેલ ડોરબેલનું કામ કરે છે,જો પતિ પત્નિ વચ્ચે સેક્સ હળવા સ્પર્શને સંવેદના સાથે કરવામાં આવે તો ઘણા કપલો ઊમર સાથે સેક્સલાઈફથી જીવનલાઈફને સિક્યોર કરી શકે,લગભગ કિસ્સાઓ મા કપલો આંખો બંધ કરીને સેકસમાં ઊતરે છે, જે શરીરના પાર્ટ નો તે રોજ ઊપભોગ કરે છે તેને નિહાળ્યાનો લ્હાવો પણ ચુકી જાય છે,આંખોના મિલન વગર શરીરને સ્પર્શ પણ કરવો ના જોઈએ,કામશાસ્ત્રોમાં સંભોગથી સમાધીમાં ઊતરવાની પધ્ધતિઓ છે પણ આપણે દાવપેચ રમતા જ રહી ગયા,♥️

Advertisement

અને અંતે સેક્સપાર્ટ મશીન ને મનોરંજન બની ગયા,આપણે ડિર્ગીઓ હાસીલ કરી લીધી પણ સેક્સલાઈફ નું ભણતર ના મળ્યું

જો સંભોગમાં હોશ નથી તો ત્યાં મુક્તિ પણ નથી….

Advertisement

મનમેળ વગર સંભોગ પણ પાપ છે………………………………….😔

 

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!