Panchmahal
પાવાગઢ માં રેનબશેરા ભ્રષ્ટાચારમાં કોન્ટ્રાકટર અને એક ટ્રસ્ટી વિરુધ્ધ કાર્યવાહી ક્યારે ??
(સુરેન્દ્ર શાહ દ્વારા)
રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામો ના વિકાસ થાય તેવા શુભ આસય સાથે યાત્રાધામ વિકાસ બોર્ડની રચના કરી પ્રતિ વર્ષે યાત્રાધામોને યાત્રાળુઓને આકર્ષવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ ફળવાયેલી એ ગ્રાન્ટના રૂપિયા વ્યવસ્થિત રીતે અને યોગ્ય કોન્ટ્રાક્ટર દ્વારા વપરાય છે કે નહીં તેની તપાસ રાજ્ય સરકાર કે તંત્ર દ્વારા કરવામાં આવતી નથી તેનો જીવતો જાગતો દાખલો પાવાગઢ યાત્રાધામ ખાતે માંચીના ચાંચર ચોક ખાતે તાજેતરમાં એક જ અઠવાડિયામાં બે અકસ્માતના બનાવ બન્યા જેમાં બે મઢુલી એકાએક તૂટી પડતા એક વ્યક્તિનું મરણ થયું અને અંદાજે નવ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા એક જ અઠવાડિયામાં બે બે આવા અકસ્માતો થાય એ તંત્ર માટે શરમજનક બાબત છે પાવાગઢ માચી ખાતે. રેન બસેરા બનાવવામાં તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલા ભરવાને બદલે તકલાદી રેન બશેરા ઉતારવાનું કામ કરે છે ખરેખર તકલાદી કામ કરતા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનવ વધ નો ગુનો નોધી તેનું પેમેન્ટ અટકાવવું જોઈએ અને બ્લેક લિસ્ટ કરીને તેને સબક શીખવાડવાને બદલે એક ટ્રસ્ટી દ્વારા તેને છાવરવાનું કામ કરવામાં આવે છે.
આ એક ટ્રસ્ટીને કોન્ટ્રાક્ટર માટે આટલો બધો પ્રેમ કેમ છે? આ આંધળા પ્રેમ પાછળનું ગણિત શું છે તેનો શું સ્વાર્થ છે જેણે લઈને સરકારી યોજનાઓ અને તેની પાછળ ખર્ચવામાં આવતા રૂપિયાનો બગાડ થાય છે આવા સ્વાર્થ રાખવાનું કારણ શું? જોકે આખાય ગુજરાતમાં હાલના તબક્કે ભ્રષ્ટાચાર તેની ચરમશીમાએ છે ચાહે તે મોરબીનો ઝુલતો પુલ હોય ,અમદાવાદનો બ્રિજ હોય કે પછી અટલ બ્રિજ હોય કે રોડ રસ્તાઓ હોય અને પાવાગઢના રેન બશેરા હોય મતલબ ગુજરાતમાં ભ્રષ્ટાચારની ગંગોત્રી શિખર પર છે પરિણામે લોકોના ટેક્સ ભરેલા રૂપિયાનું માત્ર અને માત્ર ધોવાણ થાય છે આ અંગે ફરિયાદ કરવી તો ક્યાં કરવી જ્યાં વાડ જ ચીભડા ગલતી હોય ત્યાં ફરિયાદ કેવી ને વાત કેવી
* ગુજરાતમાં ભ્રષ્ટાચારની ગંગોત્રી પ્રજાના ટેક્ષ ના રૂપીયા નું ધોવાણ
* એક ટ્રસ્ટીને કોન્ટ્રાક્ટર માટે આટલો બધો પ્રેમ કેમ છે? આ આંધળા પ્રેમ પાછળનું ગણિત શું છે તેનો શું સ્વાર્થ છે
* ભ્રષ્ટાચારીઓ માતાજી ના ધામને પણ છોડતા નથી માતાજી કોપાય માન થશે તો શું થશે
* એક જ અઠવાડિયામાં બે બે આવા અકસ્માતો થાય એ તંત્ર માટે શરમજનક બાબત છે
* તકલાદી કામ કરતા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનવ વધ નો ગુનો નોધી તેનું પેમેન્ટ અટકાવવું જોઈએ અને બ્લેક લિસ્ટ કરીને તેને સબક શીખવાડવાને બદલે એક ટ્રસ્ટી દ્વારા તેને છાવરવાનું કામ કરવામાં આવે છે.