Gujarat
અંધારવાડી પ્રા.શાળા ના મુખ્ય શિક્ષક ની બદલી થતા ગ્રામજનોએ વરઘોડો કાઢયો વિદાયમાં ભાવ વિભોર દ્રશ્યો
(અવધ એક્સપ્રેસ સાવલી)
સાવલી તાલુકા ના અંધારવાડી. પ્રા શાળા ના મુખ્ય શિક્ષક ની જિલ્લા ફેર બદલી પામતા ગ્રામજનોએ વરઘોડો કાઢી અશ્રુભીની આંખે વિદાય આપતા ભારે ભાવ વિભોર દ્રશ્યો સર્જાયા હતા
સાવલી તાલુકાના અંધારવાડી ગામ ખાતે પ્રજાપતિ પલકેશભાઈ દામોદરભાઈ કે જેઓ વર્ષ 2010 થી છેલ્લા 15 વર્ષ થી ફરજ બજાવતા હતા જેઓ ગણિત,વિજ્ઞાન વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને પોતાના સાલસ સ્વભાવ અને મિલનસાર સ્વભાવ ના કારણે બાળકો ની સાથે સાથે ગ્રામજનો સાથે ભારે ઘરોબો કેળવ્યો હતો અને અને સમગ્ર ગામમાં ભારે આદર ભાવ ધરાવતા હતા અને ભારે લોકપ્રિયતા કેળવી હતી તેવામાં જિલ્લાફેર બદલી થતા ગામજનો એ શિક્ષક ને ગામ માં વરઘોડો કાઢી અશ્રુભીની આંખે ભવ્ય વિદાય આપી હતી જે વેળાએ ભારે ભાવ વિભોર ગ્રામજનો બની ગયા હતા અને ભારે લાગણી સભર દ્ર્શ્યો સર્જાયા જેમાં શાળાના આચાર્ય પરમાર રણજીત સિંહ તથા શાળા પરિવારે પણ અશ્રુભીની આખે વિદાય આપી હતી એક સરકારી કર્મચારી તરીકે સમગ્ર ગ્રામજનો નું દિલ જીતી લેનાર શિક્ષક ની સમગ્ર તાલુકાના શિક્ષક આલમમાં ભારે વાહવાહી થઈ હતી બહુ ઓછા શિક્ષકો ને આ પ્રકારનું માન મળતું હોય છે ત્યારે બદલી પામનાર શિક્ષકે પણ ભીની આંખે ગ્રામજનો નો આભાર વ્યક્ત કરી ભીની આંખે વિદાય લીધી હતી આ વેળાએ મોટી સંખ્યામાં ગ્રામજનો અને બાળકો હાજર રહ્યા હતા