Panchmahal

મનરેગા શાખામાં બદલી થયેલા રીઢા કર્મચારીઓ ખુરશી ક્યારે છોડશે??

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)

ઘોઘંબા તાલુકામાં દૂઝણી ગાય જેવી મનરેગા શાખામાં અધિકારીઓની બદલી થઈ ગઈ હોવાની ચર્ચાઓ તાલુકા પંચાયત પંચાયતમાં થઈ રહી છે. જુના સ્ટાફ માંથી માત્ર બે જ કર્મચારી રહ્યા છે॰ ત્યારે કર્મચારીઓ બદલીની જગ્યા ઉપર હાજર થતા નથી અને ફેવિકોલ લગાવીને આયા હોય તેમ ખુરશી ઉપર ચોંટી રહ્યા છે. ઘોઘંબા તાલુકા પંચાયતની મનરેગા શાખા “મુન્ની કરતાં પણ વધારે બદનામ છે” કેટલાય વર્ષથી એક જ જગ્યા ઉપર નોકરી કરતા કર્મચારીઓ રીઢા ગુનેગારની જેમ અનુભવી થઈ ગયા છે જેથી ભ્રષ્ટાચારનો વ્યાપ મનરેગામાં વધવા પામ્યો છે કેટલાક કર્મચારીઓની બદલી થવા છતાં ખુરશી છોડી રહ્યા નથી કે બદલી વાળી જગ્યાએ હાજર થતા નથી અને જુના કામોના હિસાબ માં સેટલમેન્ટ કરતા હોય તેમ થોથા માં માથું ગાલી જૂની ફાઈલો સગેવગે કરે છે

Advertisement

તાલુકામાં ચાલતી લોક ચર્ચા મુજબ કર્મચારીઓ બદલી રોકવા માટે અધિકારી તથા રાજકારણીઓને લાખો રૂપિયાની ઓફર કરી રહ્યા છે॰ તાલુકા પંચાયતમાં જે રીતે પરિવર્તન આવ્યું છે તે રીતે મનરેગામાં પણ પરિવર્તન લાવવું જોઈએ. બદલી થયેલા કર્મચારીઓ બદલીના સ્થળે કેમ હાજર નથી થતા ? તેમને નોટિસ આપી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ ઉચ્ચ અધિકારીઓના હુકમનો અનાદર કરનાર આવા કર્મચારીઓ પાસે આનો ખુલાસો માગી તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ આવા કર્મચારીઓને ઘોઘંબા કેમ છોડવું નથી ? બદલી થઈ છતાં ખુરશી કેમ નથી છોડવી ? તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા અધિકારીઓ આ બાબતની ગંભીર નોંધ લે અને જૂના જોગીઓને બદલીના સ્થળે મોકલી આપી નવા સ્ટાફ સાથે વિકાસના કાર્યને આગળ ધપાવું જોઈએ

  • મનરેગા શાખાના બદલી થયેલા કર્મચારીઓને ઘોઘંબા કેમ છોડવું નથી ? બદલી થઈ છતાં ખુરશી કેમ નથી છોડવી ?
  • અગાઉ ઓફિસ માં ઠઠ્ઠા મશ્કરી કરતાં જોવા મળતા કર્મચારી બદલી થયા પછી ગંભીર બની કામ કરવા લાગ્યા !!!!!
  • મનરેગા શાખા “મુન્ની કરતાં પણ વધારે બદનામ છે” કેટલાય વર્ષથી એક જ જગ્યા ઉપર નોકરી કરતા કર્મચારીઓ રીઢા ગુનેગારની જેમ અનુભવી થઈ ગયા છે જેથી ભ્રષ્ટાચારનો વ્યાપ મનરેગામાં વધવા પામ્યો છે

Trending

Exit mobile version