Gujarat
મોંઘવારી ની તેજ રફતાર સરકાર ક્યારે મારશે બ્રેક ???

(સુરેન્દ્ર શાહ દ્વારા)
મોંઘવારીએ માઝા મૂકી છે સામાન્ય માણસનું જીવવું થઈ દોહલ્યુ થઈ ગયું છે તાજેતરમાં ગેસના બોટલમાં એક સાથે 50 નો વધારો કરતા બોટલ નો ભાવ આજે 1125 રૂપિયા થઈ ગયો છે આ જ બોટલ 2014માં માત્ર 450 માં મળતો હતો એ ભાજપાની સરકાર આયા પછી સતત ભાવ વધારો ગેસના બોટલોમાં અને અન્ય વસ્તુઓમાં સળંગ થતો રહ્યો છે છતાં પણ પબ્લિક લાફા મારીને ગાલ લાલ રાખે છે કઠોળ, પેટ્રોલ, ગેસ, ઘઉં, ચોખા, બાજરો,મકાઈ, સુકા મસાલા આ તમામ વસ્તુઓના ભાવ આજની તારીખે આસમાને છે અને મહિલાઓનું બજેટ ખોરવાઈ ગયું છે તથા મધ્યમ વર્ગના માણસની કેડ ભાગી ગઈ છે છતાં પણ સરકારના પેટનું પાણી હાલતું નથી કારણ રાજ્ય સરકાર 156 ધારાસભ્યો સાથે વિશાલ બહુમતી ધરાવે છે.
આ ઉપરાંત વિધાનસભામાં વિરોધ પક્ષ છે નહીં મતલબ રાજ્ય સરકાર વહીવટ તેમની મનમાની રીતે ચલાવે છે તેમને કોઈ રોકનાર કે ટોકનાર નથી જોકે ગતરોજ કોંગ્રેસ દ્વારા બજેટ સત્ર દરમિયાન હાથમાં પ્લે કાર્ડ ખાલી બોટલો ખભા પર લઈને ભાવ વધારાનો વિરોધ કર્યો હતો પરંતુ રાજ્ય સરકાર દ્વારા ધ્યાન પર લેવામાં આવતું નથી છેલ્લા એક વર્ષથી વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ સતત નીચા ગયા છે છતાં પણ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી જોકે સામે એક વસ્તુ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી પરંતુ હવે લોકોએ સજાગ થવું પડશે આ ભાવ વધારામાં ગરીબ અને મધ્યમ વર્ગ પિસાય છે માલે તુજાર વધુ માલદાર થાય છે ભાવ વધારાનો આ ખેલ ક્યારે અટકશે તેનો કોઈ અંદાજ નથી હજુ લાઈટ બિલ માં યુનિટ દીઠ વધારાની સંભાવના છે અને એ માટેની પણ તૈયારી નગરજનોએ રાખવી પડશે
* ગેસ ના બોટલ માં 50 વધ્યા 450 નો બોટલ 1125 માં મળેછે
* વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ સતત નીચા ગયા છે છતાં પણ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી
* મધ્યમ વર્ગના માણસની કેડ ભાગી ગઈ છે છતાં પણ સરકારના પેટનું પાણી હાલતું નથી
* 156 સીટ સાથે બહુમતી મળતા છકી ગયેલી સરકાર ભાવ વધારે જ રાખેછે