Panchmahal
હાલોલ માં ગટરના ઢાંકણા તૂટ્યા શહનશીલ નગરજનો ની પીડા નેતાઓ ક્યારે સમજશે ??

(સુરેન્દ્ર શાહ દ્વારા અવધ એક્સપ્રેસ)
અંધેરી નગરી ને ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા જેવો ઘાટ હાલોલ નગરનો છે છેલ્લા ત્રણ વર્ષથી હાલોલ જ્યોતિ સર્કલ થી રીંકી ચોકડી સુધીના રોડનું કામ ચાલે છે કોઈ પણ પ્લાનિંગ કે આયોજન વગર આડેધડ ચાલતા આ કામથી હાલોલ ના નગરજનો પરેશાન છે અને વારંવાર યાતનાઓ ભોગવે છે છતાં નેતાઓ અને સરકારી તંત્ર આંખ આડા કાન કરી નજર ફેરવી લે છે સરકારી તંત્રના અલગ અલગ વિભાગોમાં સંકલન નો અભાવ હોવાથી આ કામ ખોરંભે પડ્યું છે અને તેનો ભોગ બને છે નિર્દોષ નગરજનો અને વાહન ચાલકો હાલમાં રોડનું અને ભૂગર્ભ ગટર યોજના કામ ખોરંભે પડ્યું છે કેમ પડ્યું છે તેનો કોઈ જવાબ મળતો નથી હાલોલ નગરમાં વિકાસના નામે વિનાશનું કામ કરવામાં આવે છે લોકો ત્રાસી ગયા છે રોડના લેવલથી ઊંચી ગટરની કુંડીઓના મથાલા બનાવવામાં આવ્યા છે અને તેની પર કાસ્ટિંગનું ઢાંકણું મૂકવામાં આવ્યું છે પરંતુ રોડના લેવલથી મથાલો ઉંચા હોવાથી વાહન ચાલકો અનેક વખતે પડ્યા છે.
અને પડતા રહે છે પરિણામે સમજદાર વેપારીઓ દ્વારા કુંડીની આગળના ભાગે ખાખી ખોખા અને તેની આગળ ટાયર મૂકી સાવધાન રહેવા માટે નું આયોજન કરેલ છે જે ખરેખર સરકારી તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા કરવું જોઈએ તે સમજદાર વેપારીઓ દ્વારા કરવામા આવ્યુ છે આ ઉપરાંત ભૂગર્ભ ગટર યોજના ના કામમાં કોઈપણ જાતના આયોજન કે પ્લાનિંગ વગર નગરપાલિકા દ્વારા સોસાયટીઓમાં સીસી રોડ બનાવવાનું કામ ચાલુ કર્યું છે પરંતુ આવી સોસાયટીઓમાં રહેતા લોકોના મકાનોના કનેક્શન ગટરમાં આપવામાં આવ્યા નથી પરિણામે ગટરમાં કનેક્શન આપતી વખતે નવો બનેલો રોડ તોડવો પડશે અને કનેક્શન આપવાનું કામ કરવું પડશે પરિણામે નવો રોડ બનાવેલા રોડમાં ફરી ખોદકામ કરવું પડશે અને પાલિકા દ્વારા ખર્ચવામાં આવેલા રૂપિયા પુનઃ પાણીમાં જશે તથા રોડનું સમારકામ કરવાનો ખર્ચો પાલિકાને ફરી ઉપાડવો પડશે લોકો દ્વારા ભરવામાં આવતા ટેક્સનો ધરાર દૂર ઉપયોગ થાય છે તેની સામે કોઈ નેતા કે નગરજનો અવાજ ઉઠાવી શકતા નથી અને અવાજ ઉઠાવે તો તે વ્યક્તિને ગમે તે કોઈ કારણસર ફસાવીને હેરાન કરવામાં આવ્યા ના દાખલાઓ સમગ્ર ગુજરાતમાં મોજુદ છે
* વેરાઈમાતા ના મંદિર સામે તથા બસસ્ટેન્ડ તરફ ગટર ના ઢાંકણા અકસ્માત ની રાહ જોવેછે
* ગટર ના ઢાંકણા કાર ની વચ્ચે આવી જતાં અસંખ્ય કરો ને નુકશાન
* બે વિભાગ ના ખાતા માં શંકલન નો અભાવ ને લઈને લોકો હેરાન થયા