Vadodara

હાલોલ નગરમાં 50 દિવસ થી ચાલતુ રોડનુ કામ ક્યારે પુર્ણ થશે ?? રાહદારીઓ પરેશાન

Published

on

હાલોલ વડોદરા રોડ પર આવેલ જ્યોતિ સર્કલ થી ગોધરા રોડ પર આવેલ ચોકડી સુધી ડિવાઇડરની એક તરફના રોડનું કામ છેલ્લા 50 દિવસની ગોકળગાય ની ગતિ થી ચાલે છે જેણે લઈને અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ છે પરિણામે પેટ્રોલ અને ડીઝલના ધુમાડાઓ થી વાયુ પ્રદુષણ ફેલાય છે. આ અંગે તંત્ર દ્વારા કોઈ જ પગલા ભરવામાં આવતા નથી તાલુકાના કોઈ નેતા દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવતી નથી સવારે અને સાંજ ના સમયે કંજરી ચાર રસ્તા પાસે ટ્રાફિક જામ થાય છે ઓફિસ તથા કામ ધંધા પર જતા માણસો હેરાન થાય છે .

ઘણી વખત દર્દી સાથેની એમ્બ્યુલન્સ ફસાતા જોવા મળી છે ટ્રાફિકજામ થી પેટ્રોલ ડીઝલના સેકડો લીટર નો બગાડ થાય છે તારીખ 10 ડિસેમ્બર 2022 ના રોજ ખાતમુહર્ત ની વિધિ કર્યા બાદ રોડનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હાલોલ જ્યોતિ સર્કલ થી ગોધરા રોડ સુધી એક તરફ સળંગ બે ફૂટ ઉડા ખાડા કરવામાં આવ્યા છે જે આજે પણ યથાવત છે કામ તદ્દન ધીમી ગતિથી ચાલે છે આ રોડ પર સતત વાહનોની અવર જવર રહે છે.

Advertisement

તથા વચ્ચે બસ સ્ટેન્ડ આવતા બસોની અવરજવર ઉપરાંત સવારે અને સાંજે હાલોલ ઔદ્યોગિક વસાહત ના કામદારો અને ઓફિસરોને લેવા મુકવા જતા આવતી લક્ઝરી બસોને લઈને ભયંકર ટ્રાફિક જામ થાય છે જો કંજરી ચાર રસ્તા ઉપર બે ટ્રાફિક પોલીસ મૂકવામાં આવે તો ટ્રાફિક કંટ્રોલ થાય પરંતુ પોલીસ વિભાગ દ્વારા પણ ટ્રાફિક નિયમો માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી ખરેખર રોડનું કામ હોય અને લાંબો સમય ચાલવાનું

હોય તો સૌપ્રથમ ડાયવર્જનની સુવિધા આપવાનો નિયમ છે પરંતુ તંત્ર દ્વારા કે ઇજારદાર દ્વારા આ
ડાયવર્ઝન અંગેની વિચારના કરવામાં આવી નથી પરિણામે હાલોલ અને હાલોલ નગરના રોડ પરથી પસાર થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ અંગે તાત્કાલિક કોઈ નિર્ણય લેવામાં આવશે ખરો ? કે પછી રામ ભરોસે

Advertisement

Trending

Exit mobile version