Vadodara
વડોદરા શહેર-જિલ્લામાં ક્યારે લાગશે ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને ૧૩૬-વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને ધ્યાને રાખી કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ અનુસાર ચૂંટણી મતદાન પૂર્ણ થવાના કલાકથી ૪૮ કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરવાનો રહે છે. ચૂંટણી પ્રચાર માટે જે-તે મતવિસ્તારમાં તે મતવિસ્તારની બહારથી આવતા રાજકીય ફંકશનરીઓ, પક્ષના કાર્યકરો, રેલી ફંકશનરી, પ્રચાર ફંકશનરીઓ વગેરે, કે જેઓ તે મતવિસ્તારના મતદારો નથી, તેઓએ ચૂંટણી પ્રચારનો સમય પૂર્ણ થયા બાદ એટલે કે મતદાનના આખરી કલાકથી ૪૮ કલાક પહેલા તે મતવિસ્તારમાં હાજર રહે નહીં તે સુનિશ્ચિત કરવા સૂચના આપેલ છે.
જેથી વડોદરા શહેર-જિલ્લા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી મતદાન પુરુ થવા માટે નિયત થયેલ સમય સાથે પૂરા થતા ૪૮ કલાકના સમયમાં ચૂંટણી સંબંધિત કોઈપણ જાહેરસભા કે સરઘસને એકત્રિત કરવા આયોજન કરવા કે સંબોધન કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સિનેમેટોગ્રાફી (ચલચિત્રો) ટેલિવિઝન કે અન્ય આવી આવી પ્રણાલીઓના માધ્યમ વડે ચૂંટણી સંબંધિત કોઈપણ બાબત જાહેર જનતાને પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ રહેશે.
જાહેર જનતાને આકર્ષવાના ઉદ્દેશ્યથી કોઈપણ સંગીત સમારોહો કે કોઈપણ નાટકીય રજૂઆત કે કોઈપણ અન્ય મંનોરંજન કે આનંદપ્રમોદનું આયોજન કરીને અથવા આયોજન કરવાની વ્યવસ્થા કરીને જાહેરમાં કોઈપણ ચૂંટણી બાબતનો પ્રચાર નહી કરી શકાય.
પ્રચાર સમયગાળો પુરો થયા પછી રાજકીય પદાધિકારીઓ પક્ષના કાર્યકરો સ૨ઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરે કે જેઓને મતદાર વિભાગની બહારથી લાવવામાં આવ્યા હોય અને જેઓ મતવિભાગના મતદારો ન હોય, તેઓના ચૂંટણી પ્રચારના અંત પછી મતદાર વિભાગમાં હાજ૨ ૨હેવા ઉ૫૨ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ચૂંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ શરૂ થયા બાદ એટલે કે મતદાન પુરુ થવાના કલાક સાથે પુરુ થતા ૪૮ – કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર માટે ઘેર ઘેર મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં વધુ ૫ (પાંચ ) વ્યકિત જઈ શકશે.
ચૂંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ શરૂ થયા બાદ એટલે કે મતદાન પુરુ થવાના કલાક સાથે પુરુ થતા ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પક્ષના કાર્યકરો / નેતાઓ જેના પર પક્ષનું પ્રતીક હોય તેવી ટોપી, મફલ૨ ૫હેરી શકશે પરંતુ બેનર પ્રદર્શિત કરી શકશે નહી.
આ જાહેરનામાનો અમલ તા. ૦૪/૦૫/૨૦૨૪ થી તા. ૦૮/૦૫/૨૦૨૪ સુધી કરવાનો રહેશે. હુકમના ઉલ્લંઘન બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.