Connect with us

Politics

ગુજરાતમાં ક્યાં પડ્યા સૌથી ઓછા મત? જાણો

Published

on

લોકસભા ચૂંટણીના આ ત્રીજા તબક્કામાં ગુજરાત ઉપરાંત અન્ય 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત કુલ 93 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. આ માટે કુલ 1.85 લાખ મતદાનમથકો તૈયાર કરાયાં છે અને 17.24 કરોડ મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરી રહ્યા છે. આ મતદારોમાં 8.85 કરોડ પુરુષ 8.39 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે.

ગુજરાતની કુલ 25 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તેમજ વિધાનસભાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

Advertisement

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યું હતું.

 

Advertisement

ગુજરાતની કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, બારડોલી, નવસારી અને વલસાડ બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સુરત લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટણી જીતી ચૂક્યા છે.

Advertisement

ગુજરાતમાં પાંચ વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું?

  • લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 55.22 ટકા મતદાન થયું છે.
  • 25 બેઠકો પૈકી સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર 68.12 ટકા નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર 45.59 ટકા થયું છે.
  • અમદાવાદ પૂર્વ, અમરેલી, ભાવનગર, કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં પાંચ વાગ્યા સુધીમાં 50 ટકાથી ઓછું મતદાન થયું છે.
  • આણંદ, બનાસકાંઠા, બારડોલી, ભરૂચ અને છોટાઉદેપુરમાં 60 ટકા કરતાં વધારે મતદાન થયું છે. હવે પછી મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણીપંચ અંતિમ આંકડાઓ જાહેર કરશે.
Continue Reading
Advertisement
error: Content is protected !!