Surat
ક્યાંછે મોંઘવારી:500 રૂપિયે કિલો વેચાતા ટામેટા ભજીયા ખાવા સુરતીઓ એ લાઈનો લગાવી
(સુનિલ ગાંજાવાલા સુરત)
સુરતી લોકો ખાણીપીણી અને હરવાફરવાના શોખીન હોય છે, તેમાં પણ હાલ તો વરસાદી વાતાવરણ ચાલી રહ્યું છે. ત્યારે વરસાદના આ વાતાવરણ વચ્ચે સુરતીઓની દાઢે મોંઘાદાટ ટમેટાના ભજીયા વળગ્યા છે. સુરતનો ડુમસ બીચ આમ તો સુરતીઓ માટે પર્યટક સ્થળ ગણવામાં આવે છે.અહીં સુરતીઓ પોતાના સહપરિવાર જોડે હરવા-ફરવા તો આવે જ છે પરંતું તેની સાથે ટામેટાના ભજિયાની પણ મેજબાની પણ માણે છે. ટમેટાના ભાવ ભલે આસમાને હોય પણ લોકો ભજીયા ખાવામાં પાછી પાની કરતા નથી.જ્યાં ટામેટાના ભજીયા સામાન્ય દિવસોમાં 400 રૂપિયા પ્રતિકીલોએ વેચાઇ રહ્યા હતા, પરંતુ હાલ બજારમાં ટામેટાના ભાવ આસમાને હોવાના કારણે આ ભજિયાનો પ્રતિકિલોનો ભાવ 500 રૂપિયા પોહચી ગયો છે.
જો કે સ્વાદરસિયા સુરતીઓ પર તેની કોઈ અસર જોવા નથી મળી રહી.ટામેટાના ભાવ વધારાના કારણે ભજીયાના ભાવ ભલે વધ્યા હોય, પરંતુ સુરતીઓ 500 રૂપિયા કિલો વેચાતા ટામેટાના ભજિયાની મેજબાની આજે પણ માણી રહ્યા છે. અહીં હરવા-ફરવાની સાથે લોકો ટામેટાના ભજિયાની મેજબાની માનવા આવે છે.ટામેટાના ભજીયા બનાવવા માટે અહીં એક નંબર ક્વોલિટીના ટામેટાનો ઉપયોગ કરવામાં આવે છે,ત્યારબાદ જ ટામેટાના ભજીયા બને છે.જે ભજિયાનો સ્વાદ જ કંઈક અલગ હોવાથી સુરતીઓ અહીં ભજીયાનો સ્વાદ માણવા પડાપડી કરે છે.ટામેટાના ભજિયાનું વેચાણ કરતા વેપારીએ જણાવ્યું હતું કે, બજારમાં ટામેટાનો ભાવ સામાન્ય દિવસોમાં ખૂબ નીચા હતા ત્યારે 400 રૂપિયા કિલો ભજીયાનું વેચાણ કરવામાં આવતું હતું. પરંતુ હાલ બજારમાં એક નંબરના ટામેટા ના ભાવ પ્રતિ કિલોએ 200 થી 250 રૂપિયા સુધી પહોંચી જેથી હાલ 500 રૂપિયા પ્રતિ કિલો એક ટામેટાના ભજીયા નું વેચાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ સ્વાધ રસિયા સુરતીઓ ભાવ વધારાને ભૂલી 500 રૂપિયા પ્રતિ કિલોએ વેચાતા ટામેટાના ભજીયાની મેજબાની માની રહ્યા છે.