Chhota Udepur
પશુઓને થતા રોગની સારવાર કીટ લેવા માટે પશુપાલકોએ ક્યાં અરજી કરવી
પ્રતિનિધિ, કાજર બારીયા
ન્યુ ગુજરાત પેટર્ન રાજ્ય કક્ષા ૧૦%ના આયોજન વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત દુધાળા પશુઓમાં થતા થાઈલેરીઓસીસ અને મસ્ટાઈટીસ જેવા રોગો અને તેની આડ અસરથી બચવા માટે કેમિકલ મુક્ત ૧૦૦% નેચરલ પ્રોડક્ટ દવાની કીટથી સારવાર આપવાની યોજના અંતર્ગત યોજનાનો લાભ લેવા માટે છોટાઉદેપુર જીલ્લાના તમામ પશુપાલકોને સૂચિત કરવામાં આવે છે.
આ માટે પોતાના તાલુકાના પશુ દવાખાના ખાતેથી સદર યોજનાની અરજીઓ મેળવી, જરૂરી આધાર તથા પુરાવા સાથે અરજીઓ પશુ દવાખાના પર આજથી ૧૫ દિવસ સુધીમાં જમા કરવવા નાયબ પશુપાલન અધિકારીની કચેરી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.