Connect with us

Gujarat

સ્વરોજગારી પુરી પાડવા સરકારની કઈ બેંકેબલ યોજના અમલમાં છે

Published

on

Which Bankable Scheme of Govt to Provide Self-Employment?

આ યોજના અંતર્ગત કારીગરો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરી આત્મનિર્ભર બની શકે છે.
યોજનાનો મુખ્ય હેતુ કુટિર ઉદ્યોગને પ્રોત્સાહન આપી રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના શિક્ષિત યુવાન,યુવતીઓ,દિવ્યાંગોને સ્વરોજગારી પુરી પાડવાનો છે.
ગુજરાત સરકાર દ્વારા કુટિર અને ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલ વ્યકિતઓને સ્વરોજગારી પુરી પાડવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો,સહકારી બેંકો,પબ્લીક સેકટર બેંકો,ખાનગી બેંકો મારફતે નાણાકીય લોન તેમજ સબસીડી આપવા માટે વાજપાઇ બેંકેબલ લોન યોજના અમલમાં છે,જેનો મુખ્ય હેતુ કુટિર ઉદ્યોગને પ્રોત્સાહન આપી ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના શિક્ષિત યુવાન,યુવતીઓ,દિવ્યાંગોને સ્વરોજગારી પુરી પાડવાનો છે.

Which Bankable Scheme of Govt to Provide Self-Employment?

૧૮ થી ૬૫ વર્ષ સુધીની ઉંમરની કોઇપણ વ્યકતિ આ યોજનાનો લાભ  લઇ શકે છે.લાભ લેનાર વ્યકિત ઓછામાં ઓછું ધોરણ-૪ પાસ અથવા કોઇપણ તાલીમનો એક વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઇએ.આ યોજના અંતર્ગત કારીગરો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરી આત્મનિર્ભર બની શકે છે.

Advertisement

અરજદારો નવા એકમ તેમજ ચાલુ ધંધાના વિસ્તરણ માટે જે-તે બેંકના નિયત કરેલા વ્યાજદરે રૂ.૮ લાખ સુધીની લોન મેળવી શકે છે.જેના ઉપર ૨૦ થી ૪૦ ટકા નિયમ મુજબ મહતમ રૂ.૧,૨૫,૦૦૦/- સુધીની સબસીડી મળવાપાત્ર થાય છે.આ યોજનાનો લાભ લેવા માટે પાસપોર્ટ ફોટો,આધારકાર્ડ,સ્કુલ સર્ટીફીકેટ/જન્મનું પ્રમાણપત્ર,જાતિનું પ્રમાણપત્ર,અનુભવનો દાખલો,કોટેશન,ધંધાના સ્થળનો આધાર,લાઇટિબલ/વેરાપહોંચ જેવા ડોક્યુમેન્ટ સાથે blp.gujarat.gov.in પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે.વધુ માહિતી માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,ગોધરા,જિ.પંચમહાલનો સંપર્ક સાધવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,ગોધરાના જનરલ મેનેજરએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement
error: Content is protected !!