Gujarat
સિંચાઈ વિભાગની નકલી કચેરી માં પકડાયેલા આરોપી પ્યાદા છે વજીર અને રાજા કોણ ???
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
ગુજરાતમાં ભાજપની પારદર્શક વહીવટ કરતી અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની ગેરંટી આપી સત્તા ઉપર આવ્યા બાદ ગુજરાતમાં અગાઉની સરકારો કરતાં પણ વધારે ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. ભ્રષ્ટાચાર કરવાની એક સિસ્ટમ બની ગઈ છે આયોજન પૂર્વક વિકાસના કામોમાં ગેરરિતીઓ થઈ રહી છે ગુજરાતમાં ખાદ્ય પદાર્થો થી લઈ દરેક વસ્તુ નકલી જોવા મળે છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આખી સરકારી કચેરી જ નકલી ઉભી કરાઈ હતી જેમાં બેસતા કર્મચારીઓ ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગમાં હાજર પણ રહેતા અને કામના સ્થળનુ નિરીક્ષણ પણ કરતા હતા.
જેમના દ્વારા વિકાસના નામે ૯૩ જેટલા કામોના ૪.૧૫ કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા બાદ એક પ્રમાણિક અને જાગૃત અધિકારીના ધ્યાને આ બાબત આવી અને સમગ્ર કાંડનો પર્દાફાશ થયો પોલીસે SIT ની રચના કરી આ કચેરીમાં ફરજ બજાવતા બે કર્મચારી સંદીપ રાજપુત અને અબુ બકર ની ધરપકડ કરવામાં આવી ત્યારે છોટાઉદેપુર જિલ્લાના લોક માનસના જાગૃત દિમાગમાં કેટલાક સવાલો ઉઠી રહ્યા છે કે આ બે પકડાયેલા કર્મચારીઓ અસલી ગુનેગાર છે? કે તેમના ઉપર કોઈ ભેજાબાજ છે! લોક ચર્ચા મુજબ આ બે કર્મચારીઓ તો એક પ્યાદું છે આમાં કેટલાક નેતાઓ અને અધિકારીઓ પણ સામેલ છે તેવી ચર્ચાઓ બોડેલી પંથકમાં સાંભળવા મળી હતી સામાન્ય લાગતા ધરપકડ કરાયેલા બે કર્મચારીઓ આટલું મોટું કૌભાંડ એકલા કરી શકે તે વાત લોકોના માણસ પટ ઉપર બેસતી નથી SIT દ્વારા જો તપાસ કરવામાં આવશે તો આની પાછળ મોટા મોટા માથાઓનો હાથ નીકળશે? નકલી કચેરી ઊભી કરવી અને કામો મંજૂર કરાવવા તે રાજકીય નેતાઓના આશીર્વાદ વગર શક્ય નથી વિપક્ષનું સરકાર સાંભળતી નથી તો સત્તાધારી પક્ષના નેતાઓ વગર આ કૌભાંડ શક્ય નથી જો બોડેલીમાં આવી કોઈ ઓફિસ અસ્તિત્વમાં જ નથી તો પછી આ કામો કેવી રીતે ફાળવવામાં આવ્યા ત્યાં બેસતા કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે તેમના બાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જો સાચી દિશામાં તપાસ થશે તો ભલભલા જેલના સળિયા પાછળ ધકેલાય તેવી સંભાવનાઓ છે