Editorial
જવાબદાર કોણ : દીકરી કે…?? મા-બાપ બિચારા ગામડે કાળી મજુરી કરે અને દીકરીઓ તથ્ય જેવા ટપોરીઓ સાથે જલસા કરે
તથ્ય પટેલ અત્યારે જોરદાર વિવાદમાં છે. રોજ નવા નવા રાઝ ખુલતા જાય છે અને તથ્યની નવી નવી પોલ પકડાતી જાય છે. એની ગાડીમાં ત્રણ છોકરીઓ હતી. એ પૈકીની એક છોકરી ગામડામાંથી આવે છે, પીજીમાં રહે છે અને મા-બાપને ઉલ્લુ બનાવી જલસા કરે છે. એવું મિડીયાના માધ્યમથી જાણી શકાયું અને ખુદ એનો બાપ પણ એવી કબુલાત કરે છે, કે મને એકટીવામાં જમવાનું કહી ગયેલી છોકરી જેગુઆર કારમાંથી પકડાય છે. ત્યારે આપણને સૌને આંચકો લાગે છે, કે આ શું..?? મધ્યમવર્ગીય પરિવારની દીકરી પીજીના નામે ક્યાંથી ક્યા પહોંચી ગઈ..!! સોશીયલ મિડીયામાં આ આખી ઘટના જોરદાર ટ્રોલ થઈ છે.
પરંતુ અહીં પજવતો પ્રશ્ન એ છે સોનલ ડાંગરિયા નું કહેવું છે કે કે દીકરીની આ મોકળાશ માટે જવાબદાર કોણ..??
સોનલ ડાંગરિયા ના મતે આ દરેક સમાજનો અને ઘરઘરનો પ્રશ્ન છે. અને શહેરો મહાશહેરોમાં આવી હજારો છોકરીઓ ઘરથી દૂર પીજી કે રૂમ પર રહે છે. હું સારી કે સંસ્કારી છોકરીઓની વાત નથી કરતી. સારી છોકરી તો દુનિયાના કોઈ પણ ખૂણામાં રહે એને કોઈ તથ્ય લલચાવી શકતો નથી. પરંતુ સંસ્કારોનો અંચળો ઓઢીને ફરતી છોકરીઓની આ વાત છે. અને મોટાભાગે એમના જ પ્રશ્નો છે. હોસ્ટેલમાંથી બહુ રેર પ્રશ્નો બહાર આવતા હોય છે.
હમણાં હમણાંથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓની પણ ફેશન ચાલે છે. અને કોઈક કોલેજમાં ઓનપેપર એડમીશન લઈ એક મોટો વર્ગ તૈયારીના નામે શહેરોમાં ધામા નાખે છે અને પછી ત્યાથી જ શરૂ થાય છે, તથ્યયાત્રા..! જેનો વિગતે અભ્યાસ કરવામાં આવે તો ખરેખર ઘણા તથ્યો બહાર આવે એમ છે..!
માત્ર એક શહેરમાં જ સારી-નરસી હજારો છોકરીઓ રહે છે. એવું નથી આખા ગુજરાતમાં અને એમાંની પાસે પરીક્ષાની તૈયારીનું ખૂબ મોટું બહાનું છે. એટલે કોચીંગના નામે બહુ મોટી મોકળાશ મળી છે. સ્વતંત્રતા જ્યાં સુધી સંસ્કારોથી રક્ષિત છે ત્યાં સુધી વાંધો નથી આવતો. પરંતુ પૈસાની ખેંચતાણ, દેખાદેખી, લોંગ ડ્રાઈવ, મોલ-મોલાતો, રજવાડી કાફે અને સવિશેષ તો અધૂરી સમજણ પ્રગટે ત્યારે જ તથ્ય જેવા નબીરાઓની એન્ટ્રી થતી હોય છે.
મા-બાપ બિચારા ગામડે કાળી મજુરી કરે અને દીકરીઓ તથ્ય જેવા ટપોરીઓ સાથે જલસા કરે. ત્યારે ખરેખર પીડા થાય છે. મારું તો સ્પષ્ટપણે માનવુ છે કે એક જાગૃત માં બાપે એની દીકરીના રૂમ પર વારંવાર ઓચિંતી રેડ પાડવી જોઈએ. અને જો દીકરી અવિશ્વાસની દલીલ પર ઉતરી આવે તો સ્પષ્ટ સંભળાવી દેવું જોઈએ : “બેટા, હું તારો બાપ છું. અને જ્યાં સુધી તું મારા ઘેર છે ત્યાં સુધી ચાકર અને ચોકીદાર બન્નેની જવાબદારી મારી છે અને રહેશે..”
હું એવું નથી કહેતી કે બધી જ દીકરીઓ ખરાબ છે. તેમછતાંય આત્મસંતોષ માટે ગાળેગાળે આંટા મારતા રહેવું અને શક્ય હોય તો હોટલો ચેક કરતા રહેવું. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે..!
અને છેલ્લી એક કડવી વાત : મોટાભાગની સફળ થયેલી છોકરીઓ ગામડે ઘર પર રહીને જ ભણી છે. વિશ્વાસ ના આવતો હોય તો સચિવાલયમાં એકાદ આંટો સફળ છોકરીઓના દર્શન કરી આવજો..
આનંદે આવશે અને અભિમાન પણ ઉતરી જશે..!
સોનલ ડાંગરિયા
9265596612
~ ઓલ ઇન્ડિયા પંચાયત
પરિષદ સચિવ
~ સમાજ સેવા કેન્દ્ર
~ પોલીસ સમન્વય
~ ઇન્ટરનેશનલ હ્યુમન
એન્ડ એન્ટી ક્રાઇમ
ઓર્ગેનાઇઝેશન
246 જાસલ કોમ્પ્લેક્સ નાણાવટી ચોક્