Panchmahal

સરકારી ખનીજ સંપતિ ઉપર કાળી નજર નાખનારાના ગોડ ફાધર કોણ?????

Published

on

સુરેન્દ્ર શાહ દ્વારા

પંચમહાલ જિલ્લાના કાલોલ ની ગોમા નદી ઘોઘંબા થી પસાર થતી કરાડ નદી તથા બોડેલી પાસે આવેલી ઓરસંગ નદીમાંથી પાસ પરમિટ વગર રોયલ્ટી ભર્યા વગરની ખનીજ સંપત્તિને અટકાવવામાં ખાંણ ખનીજ વિભાગ નિષ્ફળ ગયેલો છે અથવા તો રાજકારણીઓ અને મોટા માથાઓ તેમને સફળ થવા દેતા નથી આ માફિયા ગેંગ સાથે નેતાઓની સાંઠ ગાંઠ અને મિલી ભગત હોવાનું અનેક વખત સામે આવ્યા બાદ પણ તંત્ર દ્વારા આંખ મિચામણાં કરવામાં આવતું હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે ખનીજ ચોરી અટકાવવા માં સરકારની ઈચ્છા શક્તિ નો અભાવ વર્તાય છે ખનીજ ચોરી કરતી માફિયા ગેંગ અને તેઓને પ્રોત્સાહન આપતા નેતાઓ તથા ગોડફાધરોનો પર્દાફાશ થવો જરૂરી છે બોડેલી થી પસાર થતી ઓરસંગ નદી કાલોલ થી પસાર થતી ગોમા નદી અને ઘોઘંબા પંથક માંથી પસાર થતી કરાડ નદીમાં થતી કુદરતી સંપત્તિની ચોરીઓ બાબતે યોગ્ય રીતે તપાસ થાય તો મોટા માથાઓ ના નામ સપાટી પર આવી શકે.

Advertisement

આવા મોટા માંથાઓ દ્વારા સરકારી કામોમાં લાગભાગ રાખવામાં આવે છે તથા તપાસની શરૂઆત થાય એટલે પોતાની રાજકીય વગ નો ઉપયોગ કરી પ્રામાણિક અધિકારીઓની બદલી કરાવવામાં આવે છે માફિયા ચોરી અટકાવવા માટે ધારાસભ્યો અને સાંસદ સભ્યો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે અધિકારીઓ મનમાંની ચલાવે છે તથા ભ્રષ્ટાચારને વેગ આપવાનું કામ કરે છે લીઝ રાખનાર વ્યક્તિઓ તેમને ફાળવવામાં આવેલ પટ્ટા ઓની બહાર નીકળી રેતી ખનન કરે છે આ ઉપરાંત તેઓને કરારમાં જણાવવામાં આવ્યું હોય તેના કરતાં વધારે ઊંડા જઈને રેતી ખનન કરે છે જેને લઈને લીઝની આજુબાજુના ગામોમાં પાણીના સ્તર નીચા જાય છે પરિણામે લોકોને પાણીની તકલીફ સહન કરવી પડે છે જ્યારે ઘણી વખત તો નદીનું વહેણ પણ બદલાઈ જાય છે આવા માફિયાઓ દ્વારા તપાસ માટે આવેલા અધિકારીઓ પર હુમલા થયાના બનાવો પણ બન્યા છે

આ અંગે સરકારે કડક કાયદો બનાવી અને માફિયાઓ કાળી નજર ખનીજ સંપત્તિ પર ન નાખે તે માટે સરકારે સજાગ થવું પડશે રેતીખનન માં રાજકીય વગ ધરાવતા નેતાઓ છે તેનો તાજો દાખલો ડભોઇ તાલુકાના કરનેટ ગામનો છે તેઓ દ્વારા રેતી ખાનનું કામ ચાલે છે તેવી માહિતી મળતા ડભોઇ નગરપાલિકાના સભ્ય જેવો રાઠવા જ્ઞાતિના છે તેઓ ગયા હતા તો તેઓને કરનેટ ગામના સરપંચ અને અન્ય સાત વ્યક્તિઓ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો આ અંગે ડભોઇ પોલીસ મથક માં સભ્ય દ્વારા ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ડભોઇ પોલીસે એક્ટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જોકે આવા રેતી માફિયાઓ સામે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સાંસદ મનસુખભાઈ વસાવા એ માફિયાઓ સામે કડક હાથે પગલા લેવા માટેનો પત્ર લખ્યો છે જેના પર અમલ થશે ખરો??

Advertisement
  • ખનીજ ચોરી અટકાવવા માં સરકારની ઈચ્છા શક્તિ નો અભાવ
  • ઘોઘંબા,કાલોલ,હાલોલ અને બોડેલી પંથક માંથી પસાર થતી નદીઓમા થતી કુદરતી સંપત્તિની ચોરીઓ બાબતે યોગ્ય રીતે તપાસ થાય તો મોટા માથાઓ ના નામ સપાટી પર આવી શકે
  • લીઝ રાખનાર વ્યક્તિઓ તેમને ફાળવવામાં આવેલ પટ્ટા ઓની બહાર નીકળી રેતી ખનન કરે છે આ ઉપરાંત તેઓને કરારમાં જણાવવામાં આવ્યું હોય તેના કરતાં વધારે ઊંડા જઈને રેતી ખનન કરે છે જેને લઈને લીઝની
  • આજુબાજુના ગામોમાં પાણીના સ્તર નીચા જાય છે પરિણામે લોકોને પાણીની તકલીફ સહન કરવી પડે છે
  • માફિયાઓ દ્વારા તપાસ માટે આવેલા અધિકારીઓ પર હુમલા થયાના બનાવો પણ બન્યા છે
  • ઘણી વખત તો નદીનું વહેણ પણ બદલાઈ જાય છે

Trending

Exit mobile version