Gujarat
ખનીજ ચોરો સામે ગુનો દાખલ કરવા તંત્ર ને સવા મહિનો લાગ્યો કેમ ???
રીઝવાન દરિયાઈ
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રાણીયામાં મહીસાગર નદીના કોતરોમાં સવા મહિના પહેલા પાડેલા દરોડામાં ઝડપાયેલા વાહનચાલકો સામે નોંધાઈ ફરિયાદ..
ઠાસરા-ગળતેશ્વર પંથકમાં મહીસાગર નદીના કોતરોમાં ભૂમાફિયાઓ બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે તેવી ફરિયાદો ઉઠતા જિલ્લા ખાણ ખનીજ વિભાગે સવા મહિના અગાઉ ઠાસરાના રાણીયા મહિસાગર નદીના કોતરોમાં પાડ્યો હતો દરોડો..
જ્યાંથી વાહનોમા સાદી રેતી ભરી ખનીજની ચોરી કરવાની કોશિશ કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
જે બાદ ત્રણ ટ્રેક્ટર અને એક જેસીબીને પકડી લેવાયા હતા.
જોકે આજદિન સુધી આ વાહનોના માલિકો, ચાલકોની ભાળ ન મળતા છેવટે ખાણ ખનીજ વિભાગ દ્વારા પોલીસ ચોપડે કેસ દર્જ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
ડાકોર પોલીસે ગેરકાયદેસર ખાણકામ હેરફેર અને સંગ્રહ નિવારણની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.