Panchmahal
ગામડા ની પંચાયતો સાથે ભેદભાવ કેમ ????
સુરેન્દ્ર શાહ દ્વારા
ગુજરાતની ડબલ એન્જિનની સરકાર દ્વારા ગામડાઓ અને શહેરો વચ્ચે ભેદભાવ રાખે છે જે યોગ્ય નથી ગુજરાત રાજ્યની 33% ગ્રામ પંચાયતોમાં પંચાયતનુ પોતાનું પંચાયત ઘર નથી અને હોય તો તેમાં પાણી ટપકે તડકો આવે અને જર્જરીત હોય આ પરિસ્થિતિમાં પણ સરકાર દ્વારા ડિજિટલ વહીવટને કારણે દરેક ગ્રામ પંચાયતને કોમ્પ્યુટર ફાળવવામાં આવ્યા છે પરંતુ ચોમાસામાં પાણી ટપકતું હોય અથવા તો અસહ્ય પાણી આવતું હોય પરિણામે કોમ્પ્યુટર નુકસાન થાય છે નવા બાંધકામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે તો એમાં ભેદભાવ અને સાથે ગ્રાન્ટ સમયસર ના આવતા બાંધકામ અધૂરું રહેછે ગામડાઓના રોડ રસ્તાઓના ઠેકાણા નથી અપૂરતી બસોની વ્યવસ્થા તલાટી કમ મંત્રી ની અછત એક એક તલાટીને ચાર ચાર સેજા સોંપવામાં આવે પરિણામે વહીવટી ઉણપ વર્તાય છે અને આખરે તેનો ભોગ તલાટી કમ મંત્રી બને છે લોકોના કામ સમયસર ન થતા પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ લટકે છે, લોન લેવાની હોય તો ખેડૂતો હેરાન પરેશાન થાય છે, દાખલા સમયસર મળતા નથી પરિણામે લોકો તલાટી કમ મંત્રીને કોષે છે આ અંગે સરકાર તરફથી બોલતા ભાજપના આગેવાન હિમાંશુ પટેલે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાતની 16 લાખ પંચાયતો માટે નવા પંચાયત ઘર બનાવવામાં આવ્યા છે અને બાકી રહેલી ગ્રામ પંચાયતોના પંચાયત ઘરની પરિસ્થિતિ અંગે ની માહિતી મંગાવવામાં આવી છે
જે આવ્યા બાદ આવનાર બજેટમાં તેનું આયોજન કરવામાં આવશે બાદમાં મનસુખ ગજેરા પૂર્વ સરપંચ ફતેપર ગ્રામ પંચાયત ના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા ગ્રામ પંચાયતો માટે કાયમ વેરા ઓતરા રાખવામાં આવે છે શહેરી વિસ્તારોને અસંખ્ય ગ્રાન્ટો ફાળવવામાં આવે છે અને તેમને સમયસર ગ્રાન્ટ પહોંચાડવામાં પણ આવે છે જ્યારે ગ્રામ પંચાયતો માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટ સમયસર આવતી નથી અને આવે તો અપૂરતી આવે છે પરિણામે ગ્રામ પંચાયતોનો વિકાસ થતો નથી નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા આ તમામને અલગ અલગ વિભાગના ટેક્સોને લઈને મોટા પ્રમાણમાં લાખો અને કરોડો રૂપિયાની આવક થાય છે જ્યારે ગ્રામ પંચાયત વિસ્તારમાં આવકના સ્ત્રોત્ર નિમ્ન કક્ષાના હોય છે તથા સમયસર ટેક્સ વસૂલી થતી નથી જેને લઈને ગ્રામ પંચાયત નો વહીવટમાં કાયમ ખેંચાતો રહે છે છતાં પણ તંત્ર દ્વારા આ અંગે કોઈપણ જાતનો વિચાર કરવામાં આવતો નથી અને શહેરી અને મોટા નગરો માટે ગ્રાન્ટ તાત્કાલિક છૂટી કરવામાં આવે છે આ વેરો આતરો જ્યાં સુધી વહીવટમાંથી ખતમ નહીં થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતોનો વિકાસ થવાનો નથી તે રાજ્ય સરકારે વિચારી લેવું જોઈએ જેતપરના માજી સરપંચના જણાવ્યા મુજબ સરકાર કદાચ ગ્રાન્ટો સમયસર ફાળવવા માટેની સૂચના જે તે અધિકારીઓને આપે છે પરંતુ અધિકારીઓ દ્વારા તેના પર ધ્યાન આપવામાં આવતું નથી. શા માટે ધ્યાન આપવામાં આવતું નથી તે વિચારવા જેવો પ્રશ્ન છે ગ્રામ પંચાયતના પંચાયત ઘર સિવાય ઘણી બધી ગામડાઓની નિશાળો જર્જરિત હાલતમાં છે જેમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે ગભરાતા ગભરાતા ભણવા બેસે છે પરિણામે ભણવામાં તેમનો જીવ લાગતો નથી આ તમામ પ્રશ્નોનો નિકાલ તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવે તો તે લોકહિતમાં લેવાયેલો નિર્ણય ગણાશે
- ગુજરાત રાજ્યની 33% ગ્રામ પંચાયતોમાં પંચાયતનુ પોતાનું પંચાયત ઘર નથી અને હોય તો તેમાં પાણી ટપકે તડકો આવે અને જર્જરીત હોય
- ગ્રામ્યવિસ્તારો માં ડિજિટલ સિસ્ટમ સંપૂર્ણ ફેલ,વારંવાર સર્વર ખોટકાતું હોવાની લોકબૂમ
- તલાટીઓની અછત, એક તલાટી ને ચાર ચાર સેજા, તાલુકાની મિટિંગો માં વ્યસ્ત
- અધિકારીઓની ગ્રાન્ટ ફાળવવામાં મનમાંની શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તાર ને ઓછી ગ્રાન્ટ અપાઈ છે
- ગ્રામપંચાયતો ની હાલત દયનીય જેતે સરપંચ ના ઘરે બેસી કામકાજ કરવું પડેછે