Gujarat

આદિવાસી વિસ્તાર માં પાલતુ કુતરાના ગળે અણીદાર ખીલાવાળા પટ્ટા કેમ બાંધે છે

Published

on

આદિવાસી વિસ્તાર માં પાલતુ કુતરાના ગળે અણીદાર ખીલાવાળા પટ્ટા કેમ બાંધે છે

(અવધ એક્સપ્રેસ દ્વારા)

Advertisement

વન્યપ્રાણી થી પાલતુ પશુઓને બચાવવાનો નવતર ઉપાય પટ્ટા ઉપર ઉભા અણીદાર ખીલા લગાવી કુતરાના ગળામાં બાંધ્યો જેથી શિકારી પ્રાણી તેનો શિકાર ના કરી શકે આ પ્રયોગ વન્ય પ્રાણીઓ માટે જોખમ ઘોઘંબા તાલુકો જંગલ થી ઘેરાયેલો છે જેમાં દીપડા,ઝરખ,રીંછ તેમજ અન્ય હિંસક પ્રાણીઓ વસવાટ કરે છે આ હિંસક પ્રાણીઓ પાણી તથા શિકારની શોધમાં માનવ વસ્તીમાં આવી પાલતુ દુધાળા પશુ તેમજ ખેતરની રખેવાળી કરતા કુતરા ઉપર હુમલો કરી પોતાનો શિકાર બનાવતા હોય છે પોતાના પાલતુ પશુઓને બચાવવા ઘોઘંબા વિસ્તારમાં ખેડૂતોએ નવો ઉપાય શોધી કાઢી કુતરાના ગળે પટ્ટો બાંધ્યો હતો.

આપ વિચારતા હસો કે પાલતુ કુતરા ના ગળામાં પટ્ટો રતો હોયજ છે પરંતુ આ પટ્ટો સામાન્ય નથી કુતરા માલિકે પટ્ટા ઉપર ઉભા અણીદાર ખીલા લગાવીને તૈયાર કર્યો છે કોઈપણ જંગલી પશુ હુમલો કરે તો શિકારી જાનવર પોતે જ શિકાર બની જાય. દીપડા જેવા જાનવર પોતાના શિકારને ગળે થી પકડતા હોય છે જેથી અણીદાર ખીલાવારો પટ્ટો કુતરાના ગળામાં પહેરાવે છે. કોઈ પણ જંગલી પશુ કૂતરાનો શિકાર કરે તો પોતે જખ્મી થઈ જાય ઘોઘંબા વિસ્તારમાં ખેડૂતો ખેતરના રક્ષણ તથા ઘરની ચોકી માટે કુતરા લાવે છે પરંતુ આ વિસ્તારના જંગલી પશુ બકરા તથા કૂતરાઓને પોતાનો શિકાર બનાવે છે આ હિંસક પશુઓએ બાળકોના પણ શિકાર કર્યા હોવાના બનાવ બન્યા છે જંગલી પશુ સામે માણસ પણ લાચાર છે ત્યારે પાલતુ કૂતરાના આત્મારક્ષણ માટે આ વિસ્તારના લોકો અણીદાર ખીલાવારા પટ્ટા બનાવી કુતરાના ઘરે બાંધે છે કુતરા ના ગળે ખીલા વાળો પટ્ટો કુતરાના રક્ષણ માટે તો બરાબર છે પણ તેના કારણે જંગલી પશુ જખ્મી થઈ જતા હોય છે કુતરાઓને તો સમયસર સારવાર મળી જાય છે પરંતુ અણીદાર ખીલા થી ઘાયલ થયેલા જંગલી પશુઓને કોણ બચાવે??

Advertisement

ઘોઘંબા તાલુકા નું રાજગઢ વન વિભાગ જંગલ બચાવવામાં નિષ્ફળ રહ્યું છે તો જંગલી પશુઓનું રક્ષણ કેવી રીતે કરશે પરોલી ખરોડ તથા ચોર કોતરડી વિસ્તારમાં અણીદાર ખીલા વાળા પટ્ટા બાંધી ફરતા પાલતુ કુતરા રસ્તા ઉપર ફરતા જોવા મળ્યા હતા

Advertisement

Trending

Exit mobile version