Chhota Udepur
છોટા ઉદેપુર જિલ્લાના સળગતાં પ્રશ્નો મુદ્દે કોંગ્રેસે આપેલુ આવેદન નફ્ફટ તંત્ર ધ્યાને લેશે ?
(પ્રતિનિધિ કાજર બારીયા)
છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજ રોજ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને જિલ્લાના સળગતાં પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી આ પ્રશ્નોનુ તાત્કાલિક નિરાકરણ લાવવાની માગ કરી છે. જો સાત દિવસમાં જવાબ નહિ આપવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લાના સળગતાં પ્રશ્નો મુદ્દે આજ રોજ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું જેમાં જિલ્લાની વિવિધ સમસ્યાઓ ને આવરી લેવામાં આવી હતી જેવીકે શિહોદ ભારજ નદી પરનો પુલ તુટી જતાં જિલ્લાની જનતાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે . જેથી શિહોદ ભારજ નદી પરનું ડાયવર્ઝન તાત્કાલિક બનાવવામાં આવે, પાવી જેતપુર વન કુટીરથી રંગલી ચોકડી થઈ મોડાસર ચોકડી થઈને બોડેલીનો રસ્તો ખૂબ જ ખખડધજ થઈ જતાં તાત્કાલિક રિપેર કરવામાં આવે અને છોટા ઉદેપુરથી પ્રતાપનગર સુધી ચાલતી ટ્રેનને વડોદરાના મુખ્ય સ્ટેશન સુધી લંબાવવામાં આવે તેવી માંગ સાથે જિલ્લાના અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. સાથે સાથે સાત દિવસમાં આ આવેદનપત્રનો યોગ્ય જવાબ આપવામાં નહિ આવે તો લોકોના સહકારથી આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.