Gujarat
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં સત્સંગ પ્રચારાર્થે પૂજનીય સંતોનું શુભાગમન…
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પુનિત પાદાર્પણથી પાવન થયેલી પવિત્ર ધરા છે. અનાર્ય દેશને આર્ય બનાવવા માટેના શુભ હેતુસર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ઈ.સ. ૧૯૪૮ માં સર્વ પ્રથમ પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં સત્સંગ વિચરણ કર્યું હતું. આવા અનાર્ય દેશને આર્ય બનાવવા શ્રી સ્વામિનારાયણ મંદિર – નાઈરોબી, કેન્યામાં મંદિરનું નિર્માણ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના અનુગામી વારસદાર વેદરત્ન આચાર્ય પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરી આપ્યું છે. શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી વૈશ્વિક કલ્યાણ, આધ્યાત્મિક, નૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. મુમુક્ષુ આધ્યાત્મિક માર્ગે આગળ વધે તેવા શુભ આશયથી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં સત્સંગ પ્રચારાર્થે પધાર્યા છે.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં વસતા શ્રદ્ધાળુ હરિભક્તોએ સાથે મળી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પધારેલા પૂજનીય સંતોનુ પરમ ઉલ્લાસભેર ભકિતભાવ પૂર્વક સ્વાગત કર્યું હતું.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પધારેલા પૂજનીય સંતોનું પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં લગભગ ૫૪ દિવસનું સત્સંગ વિચરણ છે.
આ ૫૪ દિવસના સત્સંગ વિચરણમાં
“શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત શિક્ષાપત્રીનો સામૂહિક પાઠ, યુવા સભા, જીવન ઘડતર શિબિર, પ્રાતઃ પૂજા શિબિર, શ્રી સદ્ગુરુ દિનની ઉજવણી, સ્વામીબાપા વાર્તા જયંતી, ચાતુર્માસ, ગુરુપૂર્ણિમા વગેરે અધ્યાત્મ સભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ અવસરનો લ્હાવો હરિભક્તોએ હર્ષોલ્લાસભેર લીધો હતો.