Connect with us

Tech

વોટ્સએપ માટેની આ ટેકનિકથી બાજુમાં બેઠેલો વ્યક્તિ પણ નહિ વાંચી શકે તમારી ચેટ

Published

on

With this technique for WhatsApp, even the person sitting next to you cannot read your chat

દુનિયામાં આજે લાખો-કરોડો લોકો સોશિયલ મીડિયા એપ વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપને સૌથી વધુ યૂઝર્સ ચેટિંગ એપ તરીકે ઉપયોગ કરે છે. તેના પર આપણે જરૂરી અને પર્સનલ વાતો પણ શેર કરીએ છીએ. આપણે બધા એવી સ્થિતિમાંથી જરૂરથી ગુજરીએ છીએ કે જ્યારે આપણે પબ્લિક પ્લેસમાં ચેટ કરી રહ્યા હોઈએ છીએ અને બાજુમાં બેસેલા વ્યક્તિ તમારા ફોનની સ્ક્રીનને જોતા હોય છે.

આવામાં બાજુમાં બેઠેલા લોકો તમારી જરૂરી અને પર્સનલ ચેટ્સ પણ વાંચી લેતા હોય છે. પરંતુ, શું તમને ખબર છે કે તમે તમારી ચેટ્સને સુરક્ષિત કરી શકો છો. તમે ચેટ કરતા રહો અને બાજુમાં બેઠેલો શખ્સ ઈચ્છશે તો પણ તમારી ચેટ્સ વાંચી શકશે નહીં. તેના માટે તમારે એક થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે. તેના માટે એન્ડ્રોઈંડ યૂઝર્સ એ ગૂગલ પ્લે સ્ટોરમાંથી MaskChat-Hides Chat નામની એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપને ડાઉનલોડ કર્યા બાદ તમે તેનો ઉપયોગ તમારી જરૂરી અને પર્સનલ ચેટ્સ છૂપાવવા માટે કરી શકો છો.

Advertisement

With this technique for WhatsApp, even the person sitting next to you cannot read your chat

નામ પ્રમાણે જ આ એપ કામ પણ કરે છે. જોકે, ફ્રી વર્ઝન હોવાના કારણે આ એપની સાથે તમને એડ્સમાં પણ જોવા મળશે. હવે વાત કરી લઈએ આ એપની… MaskChat-Hides Chat એપ તમારા ફોનની સ્ક્રીન પર એક ડિજિટલ પડદો નાંખી દે છે.

With this technique for WhatsApp, even the person sitting next to you cannot read your chat

જેનાથી તમારી બાજુમાં બેઠેલા વ્યક્તિને તમારા ફોનની સ્ક્રીન દેખાશે નહીં. આ કારણે તમે કોઈ ચિંતા કર્યા વગર સરળતાથી ચેટ કરી શકો છો. આ એપ વોટ્સએપ સિવાય બીજી સોશિયલ મીડિયા એપ જેવી કે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર પણ કામ કરે છે.

Advertisement

આવી રીતે કરે છે એપ કામ 
સૌ પ્રથમ આ એપને તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી લો. ઇન્સ્ટોલ થયા બાદ તમે આ એપને ઓપન કરો. એપ ઓપન થતાં જ તમારી સ્ક્રીન પર ફ્લોટિંગ માસ્ક આઈકન જોવા મળશે. જ્યારે તમે સ્ક્રીનને બીજા માણસોથી છૂપાવવા માંગતા હોય ત્યારે આ ફ્લોટિંગ આઈકન પર ક્લિક કરીને તેણે ઓન કરી લો. ત્યારબાદ તમારા ફોન પર એક વોલપેપર આવી જશે. તેની સાઈઝને તમે તમારા હિસાબથી એડજસ્ટ કરી શકો છો. આ વોલપેપરને તમે બદલી પણ શકો છો.

Advertisement
error: Content is protected !!