Gujarat
મૉ યમુનાજીની અને વલ્લભની કૃપા વગર ઠાકોરજી ન મળે યોગેશ કુમાર મહોદય શ્રી ઉવાચ….

સુખધામ હવેલી પાસે ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં રુક્ષ્મણી વિવાહ નો પ્રસંગે કારેલીબાગ ગોવર્ધનનાથ હવેલીના વલ્લભ કુલભૂષણ પૂજ્ય શ્રી યોગેશકુમાર મહોદય પધાર્યા્ પૂ શ્રી એ વચનામૃત દ્વારા જણાવ્યું કે શ્રીમદ ભાગવત રાસપંચાધાય વિશેની વાત કરતા પ્રભુ શ્રીકૃષ્ણની લીલાઓને શ્રી મહાપ્રભુજીએ પોતાના સિદ્ધાંતો સંગત રસઆદિથી મહાપ્રભુજીએ સુબોધિનીજી પ્રકાશ પાડ્યો છે જે આજે ન હોત તો પૃષ્ટિ સૃષ્ટિ નષ્ટ થઈ હોત .શ્રીમદ ભાગવતમાં ચિત પ્રવેશ કરવો ખૂબ કઠિન છે જેને રાસનું રહસ્ય રાસનું નિગમ જેના હૃદયમાં ન હોય તો એ વૈષ્ણવતા વિફલ છે. શ્રીમદ ભાગવત કથાના દશમાં સ્કંધ જરૂર જાણશો સદભાગ્ય સૌભાગ્ય હોય તો કથા સાંભળી શકશો પ્રભુને નૃત્ય ખૂબ પ્રયા છે રાસલીલા એ નૃત્ય પ્રધાન ઉત્સવ છે કંઠી, બ્રહ્મસંબંધ ,તિલક, અને ચરણામૃત એ રાસની પ્રાપ્તિ કરાવવા માટેનો ઉત્તમ ફળ છે .
જેના હૃદયમાં ભાગવત બિરાજે અને જ્યાં કથા હોય તે એ શ્રોતા ખરેખર સૌભાગ્યશીલ છે જીવનમાં ઉતારો ભક્ત વિદ્વાન હોય ભગવત હૃદય હોય તો તેને પ્રભુ જરૂર મળશે એ રાસનું ફળ છે. પુષ્ટિમાર્ગ નું ગૌરવ આપણા હૃદયમાં હોવું જોઈએ અને વલ્લભ કુલ વૈષ્ણવો વલ્લભ સ્વરૂપ આચાર્યશ્રી પર વિશ્વાસ રાખજો જીવનમાં હરી ગુરુ અને વૈષ્ણવનું ત્રિવેણી સંગમ દરેક ઉત્સવ માં રાખો જીવન પરમાત્મા પ્રભુને સમર્પિત કરી દો પ્રભુ કલા નિધાન છે પ્રભુ જરૂર પ્રસન્ન થશે માટે સંગીત કીર્તન અને નૃત્ય એ પણ પ્રભુને ખૂબ પ્રિય છે. કથામાં ઉપસ્થિત રહેવા બદલ સરકાર શ્રી વ્રજેશકુમાર મહારાજ શ્રી શુભાશિષથી યોગેશકુમાર મહોદય શ્રી અને કથા ના મુખ્ય મનોરથી વૃંદાવનભાઈ પરીખ દ્વારા જે અહીંયા મને બોલાવ્યો મારું બહુમાન કર્યું તે ખરેખર હું ધન્યતા અનુભવું છું. પ્રારંભમાં કથા મંડપમાં પરિવાર દ્વારા પણ વિશિષ્ટ સ્વાગત કરાયું હતું.
રુકમણીવિવાહ પ્રસંગે કથા મંડપમાં મનોરથી પરિવાર દ્વારા તુલસી અને લક્ષ્મીજી પ્રસ્થાપિત કરીને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા લગ્ન વિધિ અને લગ્ન ગીતો અમેરિકાથી આવેલ પરિવારની પૌત્રી ચિ.રાણીએ મધુરાષ્ટક નૃત્ય કરીને ભારે આકર્ષણ જમાવ્યું હતું.કથા મંડપમાં અનેરો માહોલ સર્જાયો .કથાકાર પ્રહલાદભાઈ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી કરાવી રહ્યા . રુક્ષ્મણી વિવાહ નો એક યાદગાર પ્રસંગ કથા મંડપમાં ઉજવાયો