Gujarat

મહિલાઓ અને કિશોરીઓએ મહેંદી થકી નાગરિકોને મતદાન જાગૃત્તિનો સંદેશો પાઠવ્યો

Published

on

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ ૧૮- પંચમહાલ સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ લોકો ૭ મે ના રોજ લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરીને પોતાનો કિંમતી મત આપે તે માટે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

પંચમહાલ જિલ્લા આઇ.સી.ડી.એસ વિભાગ પણ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે અંગે જાગૃતિ લાવવા અમૂલ્ય યોગદાન આપી રહ્યુ છે. આજરોજ જિલ્લાની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં મહેંદી સ્પર્ધાનંત આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કિશોરીઓ,સગર્ભા અને ધાત્રી માતાઓ દ્વારા મહેંદી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ “VOTE FOR BETTER INDIA” સુત્રોને સાર્થક કરવા અંગેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બહેનોએ મતદાન જાગૃત્તિ માટેના વિવિધ સંદેશા દર્શાવતી મહેંદી પોતાના હાથોમાં રચી પંચમહાલ જિલ્લાના તમામ નાગરિકો તેમાય ખાસ મહિલા મતદારોને આગામી ‘૭ મે ના રોજ અચૂક મતદાન’ કરવા અંગેનો સંદેશો પાઠવ્યો હતો.

Advertisement

Trending

Exit mobile version