Gujarat

ઉમરેઠ નગર પાલિકામાં પીવાના પાણી મામલે મહિલાઓએ હોબાળો મચાવ્યો

Published

on

ઉનાળાના પ્રારંભ સાથે પાણીનો મોકાણ
– એક મહિનાથી પાણી ન મળતા મહિલાઓ વિફરી : 2-3 દિવસમાં પાણી આપવાની નગરપાલિકાના સત્તાધીશોની હૈયાધારણ

આણંદ : ઉનાળાના પ્રારંભ સાથે જ આણંદ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પોકારો પડવાની શરૂઆત થઈ છે ત્યારે ઉમરેઠ નગરના વોર્ડ નં-૨ના કાંસકીવાડ વિસ્તારમાં છેલ્લા છ-એક માસથી પાણીની લાઈન નાખવા છતાં સ્થાનિકોને પાણી ન મળતા મહિલાઓએ આજે ઉમરેઠ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કર્યો હતો. જો કે પાલિકાના સત્તાધીશોએ બે-ત્રણ દિવસમાં પાણીની સુવિધા પુરી પાડવાની બાંહેધરી આપતા મામલો થાળે પડયો હતો.

Advertisement

મળતી માહિતી મુજબ ઉમરેઠ નગરના વોર્ડ નં-૨ના કાંસકીવાડ વિસ્તારમાં પછાત જાતિના આશરે ૮૦ થી ૧૦૦ જેટલા પરિવારો વસવાટ કરે છે.
છ-એક માસ પૂર્વે પાલિકા દ્વારા આ વિસ્તારમાં પાણીની સુવિધા અર્થે પાઈપલાઈન નાંખી હતી. જો કે પાણીની પાઈપલાઈન નાખ્યા બાદ તંત્ર દ્વારા પાણીની સુવિધા આપવામાં ન આવી હોવાનો રોષ સ્થાનિકોએ ઠાલવ્યો હતો. છેલ્લા છ-એક માસથી આ વિસ્તારના રહીશોને પાણી માટે આમતેમ ભટકવાનો વારો આવ્યો છે. પાલિકા તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં પાલિકા સત્તાધીશો દ્વારા આ મામલે આળસુ નિતી દાખવવામાં આવતા રોેષે ભરાયેલ સ્થાનિક મહીલાઓએ આજે નગરપાલિકા ખાતે હલ્લાબોલ કર્યો હતો.
પડવાની શરૂઆત થઈ છે ત્યારે ઉમરેઠ નગરના વોર્ડ નં-૨ના કાંસકીવાડ વિસ્તારમાં છેલ્લા છ-એક માસથી પાણીની લાઈન નાખવા છતાં સ્થાનિકોને પાણી ન મળતા મહિલાઓએ આજે ઉમરેઠ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કર્યો હતો. જો કે પાલિકાના સત્તાધીશોએ બે-ત્રણ દિવસમાં પાણીની સુવિધા પુરી પાડવાની બાંહેધરી આપતા મામલો થાળે પડયો હતો.

મળતી માહિતી મુજબ ઉમરેઠ નગરના વોર્ડ નં-૨ના કાંસકીવાડ વિસ્તારમાં પછાત જાતિના આશરે ૮૦ થી ૧૦૦ જેટલા પરિવારો વસવાટ કરે છે.
છ-એક માસ પૂર્વે પાલિકા દ્વારા આ વિસ્તારમાં પાણીની સુવિધા અર્થે પાઈપલાઈન નાંખી હતી. જો કે પાણીની પાઈપલાઈન નાખ્યા બાદ તંત્ર દ્વારા પાણીની સુવિધા આપવામાં ન આવી હોવાનો રોષ સ્થાનિકોએ ઠાલવ્યો હતો. છેલ્લા છ-એક માસથી આ વિસ્તારના રહીશોને પાણી માટે આમતેમ ભટકવાનો વારો આવ્યો છે. પાલિકા તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં પાલિકા સત્તાધીશો દ્વારા આ મામલે આળસુ નિતી દાખવવામાં આવતા રોેષે ભરાયેલ સ્થાનિક મહીલાઓએ આજે નગરપાલિકા ખાતે હલ્લાબોલ કર્યો હતો.

Advertisement

બ્યુરો રિપોર્ટ બસર ચિશ્તી આણંદ.

Advertisement

Trending

Exit mobile version