Connect with us

Dahod

સુખસર પોલીસ સ્ટેશનમાં ભૌતિક સગવડોથી આધુનિકરણ કરતા મહિલા PSI

Published

on

Women PSI modernizing physical facilities at Sukhsar Police Station

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલ સુખસર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ધરાવતો ઊંડાણ વિસ્તાર છે. સુખસર પોલીસ સ્ટેશનમાં છેલ્લા 9 મહિના થી મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે મિતલબેન પટેલ પોતાની ફરજ વફાદારી પૂર્વક નિભાવી રહ્યા છે. મહિલા અધિકારી હોવા છતાં પણ પોતાની આગવી સૂઝબૂઝથી સુખસર પોલીસ સ્ટેશનમાં આધુનિક સગવડો પૂરી કરી આધુનિકરણ કરેલ છે. જેઓએ આ વિસ્તારના નાગરિકો, અધિકારીઓ અને રાજકીય આગેવાનોનો સહયોગ પ્રાપ્ત કરી બિન ઉપયોગી જગ્યામાં પેવર બ્લોક બેસાડવા, કમ્પાઉન્ડવોલનું રીપેરીંગ નિર્માણ કરવુ, કલર કામ કરાવવું, ઓફિસમાં આધુનિકરણ અને સમગ્ર કચેરીમાં ભૌતિક સુવિધાઓથી પોલીસ સ્ટેશનને આધુનિક બનાવવાનું ભગીરથ કાર્ય કર્યુ છે

Women PSI modernizing physical facilities at Sukhsar Police Station

સાચું જ કહેવાયું છે કે છે કે જ્યાં “નારી શક્તિ બિરાજમાન છે ત્યાં દેવી શક્તિનો વાસ હોય છે”. વેદો પુરાણોમાં થયેલી વાતો સાર્થક બની રહી છે.
આ સિવાય પણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મિતલબેન પટેલ દ્વારા ઊંડાણ વિસ્તારના ગામડાઓમાં છેવાડાના લોકો સુધી પહોંચીને પોતાના પણુ પ્રાપ્ત કરી લોક સહયોગ પણ મેળવેલ છે. પોતાના સ્ટાફ કર્મચારીઓ સાથે પરિવારની ભાવના સાથે કાર્ય કરી રહ્યા છે. વહીવટી અગવડ ઊભી ન થાય તે માટે વધારાના ૫ જેટલા ઓફિસ રૂમ નિર્માણ કરાવ્યા છે. સાથે સાથે નાગરિકોને પડતી દરેક મુશ્કેલીઓમાં સાથે ઊભા રહીને હકારાત્મક વલણ સાથે પોતાની ફરજમાં પણ તેઓ નિષ્ઠા અને પ્રમાણિકતા સાથે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. સમગ્ર પોલીસ પરિવારના સહયોગથી આ વિસ્તારમાં ક્રાઈમ રેટ ઘટ્યો છે, ખોટી ફરિયાદોનું પ્રમાણ ઘટ્યું છે, અવાર-નવાર થતાં વાદવિવાદોનું પ્રમાણ ગામડાઓમાં ઘટ્યું છે.

Advertisement

Women PSI modernizing physical facilities at Sukhsar Police Station

તેઓના દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને કાયદાકીય લોકજાગૃતિ થકી મહિલા સશક્તિકરણ, જન કલ્યાણ યોજનાઓ,મહિલા સન્માનો, ફળિયા મીટીંગ, નશાબંધી કાર્યક્રમો અને સર્વનાગરિક સમાનતા હક જેવા ઉત્કૃષ્ટ કાર્યક્રમો કરી લોક હિતાર્થે રાષ્ટ્ર સમર્પિત પ્રશંસનીય કામગીરી કરેલી જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે પોલીસ અધિકારીઓ દ્વારા ઊંડાણના વિસ્તારમાં સરકારી કચેરી અને જનતા સાથે સુમેળ ભર્યા સંબંધો કેળવવા એ દૂરની વાત છે પરંતુ મિત્તલબેન પટેલ જેવા બાહોશ અને નીડર મહિલા પોલીસ અધિકારી દ્વારા સમગ્ર રાજ્યમાં પોલીસ અને પ્રજા વચ્ચેના આત્મિયતા ભર્યા સંબંધો કેમ વિકસાવા તેનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Advertisement

દાહોદ જિલ્લાના સુખસર પોલીસ સ્ટેશનમાં પ્રશંસનીયતા સાથે ઉત્તમ કામગીરી કરનાર મહિલા પોલીસ અધિકારી મિતલબેન પટેલને સમગ્ર વિસ્તારના નાગરિકો અધિકારીઓ તથા રાજકીય આગેવાનો પરસ્પર સહકારની ભાવનાઓ સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.

Advertisement
error: Content is protected !!