Panchmahal
સહેલી સેવા ટ્રસ્ટ સંચાલિત વર્કિંગ વિમેન એસોસિએશન હાલોલ “વાહ”દ્વારા મહિલાદિન ની ઉજવણી

સહેલી સેવા ટ્રસ્ટ સંચાલિત વર્કિંગ વિમેન એસોસિએશન હાલોલ “વાહ”દ્વારા આજરોજ પાલિકા હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની ભાગરૂપે “વસંતી વાયરે વિમેન” કાર્યક્રમની ખુબ ધામધૂમથી ઉજવણી થઈ પાસ્ટ પ્રેસિડન્ટ શ્વેતા પટેલે મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ બહેનોનું ફાગુન ની રંગે સ્વાગત કર્યું. વાહના પ્રેસિડેન્ટ હિના પટેલે એસોસિએશનના મિશન અને વિઝન ની સમજૂતી આપી અને એક્ઝિક્યુટિવ મેમ્બર નેહલ જોષી યસ વી કેનના નારા સાથે કાર્યક્રમનો શુભારંભ કર્યો સૌ બહેનો કેટવર્ક થી લગાવીને લગ્ન ગીતોના ફટાણા સુધી ઉત્સાહ પૂર્વક એકબીજા સાથે ફરી મળીને આનંદ ઉત્સવ મનાવ્યો રેણુકાબેન વ્યાસ દ્વારા કામકાજી બહેનોને એસોસિએશનમાં જોડાવા આમંત્રણ અપાયુ લક્ષ્મીબેને “વાહ”ના મેન્ટર અને સહેલી ટ્રસ્ટના પ્રેસિડેન્ટ કુ. ભગવતીબેન જોશીને સૌના પ્રેરણા સ્ત્રોત ગણાવતા વાહ વતી વંદન કર્યા.
અંતમાં વાહના સેક્રેટરી રોશનીબેન ભાવસાર દ્વારા નાત જાત ધર્મ અને ઉંમર થી પર જઈ હાલોલ નગરની બધી જ બહેનોએ ઉત્સાહપૂર્વક મહિલા દિવસની ઉજવણી કરી કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો. લીનાબેન શર્મા યુ પી સ્પેશિયલ ગ્રુપ,., નયનાબેન ઠાકર નયનાબેન પટેલ અને ફરીદાબેન જશુબેન, લીનાબેન તથા તેઓની ટીમનો વિશેષ આભાર માન્યો. આમ જ મળતા રહી એક મેકને સાથ સહકાર આપી વાહ નો
ધ્યેય યસ વી કેન આપણે બધા જ, બધું જ નહીં પણ ઘણું બધું કરી શકીએ તેમ છે.