Chhota Udepur
જેતપુરપાવી તાલુકા પંચાયત ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને વર્ક ઓર્ડર વિતરણ
પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના વિવિધ ગામોના પ્રધાનમંત્રી આવાસ યોજનાના છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ જેતપુરપાવી તાલુકા ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં ૨૦૨૨/૨૩ના કુલ ૧૫૬૯ લાભાર્થીઓને વર્ક ઓર્ડર વિતરણ કરાયા હતાં. જેમાં લાભાર્થીને મંચ પર છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા દ્વારા વર્ક ઓર્ડર નું વિતરણ કરાયું હતું. જે પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ રમણભાઇ બારીયા, જિલ્લા કારોબારી અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવા, જેતપુરપાવી તાલુકા પ્રમુખ હીનાબેન બારીયા, ઉપ પ્રમુખ ભરતભાઇ રાઠવા, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષયોગેશભાઈ રાઠવા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ઉર્મિલાબેન રાઠવા, ડી.આર.ડી શાખાના ક્રિષ્ના વ્યાસ, તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રીઓ તાલુકાના સરપંચો, નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબો અને વંચિતો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે : ગીતાબેન રાઠવા
સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના પ્રયાસોને પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબ અને વંચિતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સરકારે ગરીબ પરિવારો સ્વાભિમાન પૂર્વક જીવે તેવી સરકારની નેમ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં આરંભેલા સર્વાંગી વિકાસના ફળ વર્તમાન સરકારે છેવાડાના વિસ્તાર સુધી પહોંચ્યા છે રાજ્યને સામાજિક આર્થિક અને સૌના વિકાસથી સદા વિકાસના હિતમાં તેજ રફતારથી આગળ ધપાવવા સરકાર કટિબંધ છે
*મકાન બનાવવા માટે રૂપિયા ૧.૫૨ લાખની સહાય મળે છે જેતપુરપાવી ના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં હતા ત્યારથી સામાન્ય માણસની ખુબ ચિંતા કરતા હવે વડાપ્રધાન બન્યા ત્યારે પણ ગુજરાતને વિકાસ મોડેલ બનાવવાના પ્રયત્નો હર હંમેશ કરતા રહ્યા છે. અને એમાં સફળ પણ થયા છે પહેલા મકાન બનાવવા માટે રાજ્યમાં રૂપિયા ૫૫ હજારની મદદ મળતી હતી અને આજે રૂપિયા ૧.૫૨ લાખની સહાય મકાન બનાવવા માટે મળે છે. વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે વર્ક ઓર્ડર આપવામાં આવે છે એમાં કોઈએ આશા અપેક્ષા રાખશે તો એમાં કોઈને પણ છોડવામાં આવશે નહીં ચાહે સરપંચ હોય કે પછી તલાટી કમ મંત્રી હોય કે પછી કોઈપણ વ્યક્તિ હોય પરંતુ જ્યારે માનવ માટે રહેવાનું મંદિર બનાવવાના આશીર્વાદ મળતા હોય છે. ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જો કોઈએ મેલો હાથ કર્યો તો કોઈને પણ છોડવામાં આવશે નહીં એની ચેતવણી આપું છું. તેમ ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ જણાવ્યું હતું.