Chhota Udepur
જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી.

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૫ માં સૌ પ્રથમ સંયુક્ત રાષ્ટ્ર સંઘ સાથે શારીરિક સુખાકારી માટે માનવ જીવન માં યોગનું મહત્વ વિશે ચર્ચા કરી હતી અને ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ એટલે ૨૧ મી જૂન, અને વર્ષ નાં સૌથી લાંબા દિવસ ને વિશ્વ યોગ દિવસ મનાવવા બાબતે સૂચન કર્યું હતું અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ એ પણ દુનિયા નાં ૧૭૦થી વધુ દેશો નાં સમર્થન સાથે ૨૧મી જૂન ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી માટે ઘોષણા કરવામાં આવી હતી અને ૨૧ જૂન ૨૦૧૫ માં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા આવ્યો હતો.
આ વર્ષે નવમા વિશ્વ યોગા દિવસ ને “હર ઘર આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા”હર ઘર આંગણ યોગ” નું સ્લોગન સાથે ઘર ઘર સુધી યોગાનુ વૈશ્વિક આંદોલન શરૂ કર્યું છે ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ની મળેલી સૂચના અનુસાર “હર ઘર આંગણ યોગ” સૂત્ર ને સાર્થક કરવા નાં હેતુસર જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં યોગા ટ્રેનર રેખાબેન રાઠવા દ્વારા યોગ શિક્ષણ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર નાં મેડિકલ ઓફિસર ડો. કુલદીપ શર્મા, જિલ્લા પ્રોગ્રામ કો- ઓર્ડીનેટર કુલદીપસિંહ ગોહિલ તેમજ જિલ્લા ટીબી એચઆઈવી કો- ઓર્ડીનેટર શ્રી વાલસિંગભાઈ રાઠવા સહિત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં તમામ કર્મચારીઓ ભાગ લીધો હતો.